આગામી લોકસભા ચૂંટણીને અંગે દેશભરમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી સામે પડવા વિપક્ષી પાર્ટીઓ પણ એક સાથે આવવાની રણનીતિ તૈયાર કરી છે. એટલા માટે વિપક્ષી પાર્ટી પ્રધાનમંત્રીના દરેક કામને રાજકીય ડ્રામા ગણાવે છે. પરંતુ એ વાતને કોઈ નકારી ના શકે કે છેલ્લા 8 વર્ષમાં તેમણે એવા ઘણા કામ કર્યા છે જેનાથી તેમની સમાજ સુધારકની છબી ઊભી થઈ છે. અને એ વાતનો વિરોધીઓ પણ બંધ રૂમમાં ખુલ્લા મને સ્વીકાર કરે છે.
2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ લાલ કિલ્લા પરથી આપેલા પોતાના પહેલા જ ભાષણમાં તેમણે દેશને ગંદકી મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યું હતું કે અમે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. પ્રવાસનથી ગરીબમાં ગરીબ લોકોને રોજગાર મળે છે. પરંતુ પર્યટનને પ્રોત્સાહન આપવામાં સૌથી મોટો પડકાર આપણી આસપાસ દેખાતી ગંદકી છે. એટલા માટે સરકારમાં આવીને મેં સફાઈનું પહેલું કામ શરૂ કર્યું છે. લોકોને આશ્ચર્ય થયું કે શું આ પ્રધાનમંત્રીનું કામ છે? પરંતુ જો 125 કરોડ દેશવાસીઓ નક્કી કરે કે હું ક્યારેય ગંદકી નહીં કરું તો દુનિયાની કઈ શક્તિ આવીને આપણા શહેર અને ગામડાને ગંદા કરી શકે છે?
2 ઓક્ટોબર 2014માં દિલ્લીમાં પોલીસ સ્ટેશન નજીક સફાઈ કરીને તેમણે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરાવી હતી. જે બાદ દેશની ઘણી મોટી હસ્તીઓ અનેક પ્રસંગોએ રસ્તાઓ પર કચરો સાફ કરતી જોવા મળી હતી. એટલું જ નહીં પણ પ્રધાનમંત્રી અનેક વખત કોઈને કોઈ પ્રસંગમાં સ્વચ્છતાનો સંદેશ આપતા રહ્યા છે. જેનાથી દેશમાં સ્વચ્છતા માટે એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થયું. જો કે વિરોધ પક્ષે આને રાજકીય ડ્રામા ગણાવ્યો હતો.
પરંતુ સત્ય એ છે કે પ્રધાનમંત્રીની આ પહેલથી સામાન્ય લોકોના મનમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ક્રાંતિકારી પગલું સાબિત થયું છે. ભ્રૂણહત્યા રોકવા અને મહિલા શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને તેનો સિક્કો બનાવવામાં આવ્યો છે. તેની વ્યાપક સામાજિક અસરો છે. પ્રધાનમંત્રીએ આ અભિયાનની શરૂઆત 2015માં હરિયાણાના એ વિસ્તારથી કરી હતી જ્યાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઘણી ઓછી હતી. પરંતુ આ અભિયાન પછી ભ્રૂણહત્યાની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને દીકરીઓને લઈને લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે.
ત્યાર બાદ પીએમ મોદીએ તેમના દત્તક લીધેલા ગામ જયાપુરમાં કહ્યું હતું કે આપણો મંત્ર એ હોવો જોઈએ કે પુત્ર અને પુત્રી સમાન છે, ચાલો પુત્રીના જન્મની ઉજવણી કરીએ. આપણને દીકરા જેટલો જ દીકરીઓ પર ગર્વ હોવો જોઈએ. આ પહેલી સમાજ માટે ક્રાંતિકારી સાબિત થઈ હતી. આધુનિક ભારતના નામે દેશમાં શૌચાલય બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારની વારંવાર ટીકા કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે તે સ્વચ્છ ભારત મિશનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રદાનમંત્રીનું સૌથી મોટું પગલું શૌચાલયને મહિલાઓના સન્માન સાથે જોડવાનું છે.
પ્રધાનમંત્રીએ 2014ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં શૌચાલયની જરૂરિયાત વિશે વાત કરી હતી. શું આપણે ક્યારેય એવી પીડા અનુભવી છે કે આપણી માતાઓ અને બહેનોને ખુલ્લામાં શૌચ કરવું પડે છે? ગામની ગરીબ સ્ત્રીઓ રાતની રાહ જુએ છે. શું આપણે આપણી માતાઓ અને બહેનોની ગરિમા માટે શૌચાલયની વ્યવસ્થા ન કરી શકીએ? પીએમ મોદીની આ વિચારસરણીના કારણે છેલ્લા આઠ વર્ષમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 11 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજમાં સદીઓ જૂના તલાક-એ-બિદ્દતને રોકવા માટે પ્રધાનમંત્રીએ પહેલ કરી. ટ્રિપલ તલાક આપનાર માટે 3 વર્ષની જેલની સજાનો કાયદો બનાવવામાં આવ્યો હતો.
જો કે સુપ્રીમ કોર્ટના આદેશ પર આ થયું હતું. મુસ્લિમ સમાજમાંથી આ કાયદાનો ભારે વિરોધ થયો હતો. પરંતુ મુસ્લિમ મહિલા સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું. આ કાયદો બન્યા બાદ ટ્રિપલ તલાકના મામલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે મુસ્લિમ સમાજના સુધારાની દિશામાં આ કાયદો સીમાચિહ્નરૂપ સાબિત થશે એવું કહેવામાં કોઈ ખોટું નથી. ભાજપ તેના સ્થાપના દિવસની 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરી હતી.
જેમાં 11 એપ્રિલે જ્યોતિબા ફૂલે અને 14 એપ્રિલે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ આવે છે. PM મોદીને જ્યોતિબા ફુલ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની સમકક્ષ રાખવાના પ્રયાસોના ભાગરૂપે ભાજપે આ બે મહાપુરુષોની જન્મજયંતિ પર દેશભરમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેનાથી પ્રધાનમંત્રી મોદીની સમાજ સુધારકની છબી ઊભી કરવાના પ્રયાસને વેગ મળ્યો.
વર્ષ 2018માં ભારતની મુલાકાતે આવેલા ઈઝરાયેલના તત્કાલિન પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીને ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તમે ક્રાંતિકારી નેતા છો અને ભારતમાં ક્રાંતિ લાવી રહ્યા છો. આવું કહેવા પાછળ કારણ એ હતું કે સ્થાપિત વ્યવસ્થાને તોડવાના પીએમ મોદીના પ્રયાસોથી નેતન્યાહુ પ્રભાવિત થયા હતા.
નેતન્યાહુના આ વખાણના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે મારા વિશે એવી ધારણા છે કે મારામાં ધીરજ નથી અને હું ઝડપી પરિણામ ઈચ્છું છું. એટલા માટે સ્થાપિત વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી કરુ છું. એટલા માટે જ અન્ય દેશોના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ મોદીના કામના ખુલ્લા દિલથી વખાણ કર્યા છે. જેથી પ્રધાનમંત્રી દેશમાં મોટા પરિવર્તનનું માધ્યમ બની રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.