પ્રધાનમંત્રી મોદી પર વિવાદિત ટિપ્પણી કરનારા કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરી લેવાઈ છે. કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની મધ્ય પ્રદેશના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગે અટકાયત કરાઈ. રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે ‘પીએમ મોદીની હત્યા’ ની વાત કરી રહ્યા હતા. જો કે બાદમાં રાજા પટેરિયાએ પલટી મારતા કહ્યું હતું કે તેમનો અર્થ હતો કે આગામી ચૂંટણીમાં મોદીને હરાવો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફ્લોમાં થઈ ગયું હતું.
કોંગ્રેસના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા. તેઓ કહેતા નજરે ચડ્યા હતા કે મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વહેંચી દેશે, દલિતોના, આદિવાસીઓના અને અલ્પસંખ્યકોના જીવન જોખમમાં છે, જો બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જો કે ત્યારબાદ તેઓ કહે છે કે હત્યા એટલે હાર. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોતાની સફાઈમાં રાજા પટેરિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કાર્ડ વિતરણ દરમિયાનનો છે.
આ વીડિયોમાં મારા દ્વારા મોદીની હત્યાની જે વાત છે તે ખોટી રીતે પ્રદર્શિત કરાઈ છે. હું ગાંધીને માનનારો માણસ છું, હું આ પ્રકારની વાત કરી શકું નહી. તેમણે કહ્યું કે મારો અર્થ રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં હતો. જ્યાં બંધારણ બચાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. અલ્પસંખ્યકોની, દલિતોની આદિવાસીઓની રક્ષા કરવા માટે અને બેરોજગારી હટાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. મારો આશય મોદીની હત્યાને લઈને બિલકુલ ખોટી રીતે રજૂ કરાયો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ મામલે પોલીસ FIR કરી રહી છે અને કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી ગઈ છે. પીએમ મોદી જનતાના હ્રદયમાં વસે છે. કોંગ્રેસી પીએમ મોદી જોડે મેદાનમાં મુકાબલો નથી કરી શકતા તો કોંગ્રેસના એક નેતા પીએમ મોદીની હત્યાની વાત કરી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પૂર્વ મંત્રી રાજા પટેરિયા પર પ્રહાર કરતા કહ્યું કે રાજા પટેરિયાના પીએમની હત્યા માટે જનતા અને કોંગ્રેસ કાર્યકરોને ઉક્સાવવા અત્યંત ગંભીર અને નિંદનીય છે.
શું હાલમાં જ મધ્ય પ્રદેશથી નીકળેલી રાહુલ ગાંધીની ‘ભારત તોડો યાત્રા’માં આ ષડયંત્રની તૈયારી થઈ? તેની તપાસ થવી જોઈએ. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પટેરિયાના નિવેદનથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નહીં પરંતુ ઈટલીની કોંગ્રેસ છે અને ઈટાલીની માનસિકતા મુસોલિનીવાળી રહેતી હોય છે. જે પ્રકારે કોંગ્રેસની યાત્રામાં સ્વરા ભાસ્કર, કનૈયાકુમાર, સુશાંત ચાલી રહ્યા છે તેનાથી પણ આ સ્પષ્ટ થાય છે.
ગૃહમંત્રીએ કહ્યું કે આ આપત્તિજનક નિવેદન છે. તત્કાળ FIR દાખલ કરવાના પન્ના એસપીને નિર્દેશ અપાયા છે. પૂર્વ મંત્રી રાજા પટેરિયાના વિવાદિત નિવેદન બાદ પન્ના જિલ્લાની પવઈ પોલીસે છ અલગ અલગ કલમો 451, 504, 505(1)(b), 505(1)(c), 506, 153-B(1)(c) હેઠળ FIR દાખલ કરી હતી. ભાજપના નેતા રાજપાલ સિંહ સિસોદિયાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો.
જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયા કોંગ્રેસ કાર્યકરોને ભાષણ આપી રહ્યા છે અને પીએમ મોદી વિરુદ્ધ ભડકાવતા નજરે ચડે છે. તેમણે લખ્યું છે કે આ છે અસલ ચહેરો..પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજા પટેરિયા મોદીજીની હત્યાનું નિવેદન આપી સમાજને વિભાજિત કરી ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક ભાજપ નેતા શેહજાદ પુનાવાલાએ પણ ટ્વિટર પર વીડિયો શેર કર્યો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.