Home દુનિયા - WORLD પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 સમિટ માટે ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 સમિટ માટે ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે

72
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલીમાં યોજાનાર જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું કે પીએમ મોદી 17માં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 14થી 16 નવેમ્બર સુધી ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે. અરિંદમ બાગચીએ આગળ કહ્યુ કે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તન સહિત જી-20 શિખર સંમેલનના એજન્ડાના ભાગ રૂપે ત્રણ કાર્ય સત્ર આયોજીત કરવામાં આવશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં અન્ય દેશોના રાષ્ટ્રા અધ્યક્ષોની સાથે મુલાકાત કરશે.

ઈન્ડોનેશિયાની જી-20 પ્રેસીડેન્સી 1 ડિસેમ્બર 2021થી શરૂ થઈ હતી. શિખર સંમેલનના સમાપન સત્રમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પ્રતીકાત્મક રૂપથી પીએમ મોદીને જી-20ની અધ્યક્ષતા સોંપશે. ભારત આગામી 1 ડિસેમ્બરથી જી-૨૦ ની અધ્યક્ષતા કરશે. મંગળવારે પીએમ મોદીએ ભારતના જી-૨૦ પ્રેસીડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. આ તક પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે જી-20 ઈન્ડિયાનો લોગો વસુધૈવ કુટુમ્બકમનું પ્રતિનિધિત્વ કરે છે, આ લોગો માત્ર એક પ્રતીક ચિન્હ નથી. પીએમ મોદી જી-20 શિખર સંમેલન માટે ઈન્ડોનેશિયા જશે તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19માં ASEAN શિખર સંમેલન માટે કંબોડિયા જશે.

વિદેશ મંત્રાલયના સચિવ (ઈસ્ટ) સૌરભ કુમારે જણાવ્યુ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19માં ASEAN-ભારત સ્મારક શિખર સંમેલન અને 17માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 11-13 નવેમ્બર સુધી કંબોડિયાનો પ્રવાસ કરશે. ઉપરાષ્ટ્રપતિની કંબોડિયાના પ્રધાનમંત્રી અને અન્ય કંબોડિયાઈ ગણમાન્ય વ્યક્તિઓની સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. સૌરભ કુમારે કહ્યુ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 12 અને 13 નલેમ્બરે નોમ પેન્હમાં ASEAN-ભારત સ્મારક શિખર સંમેલનમાં ભાગ લેશે. ઉપરાષ્ટ્રપતિની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.

આ વર્ષે ASEAN-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠ છે. તેમણે કહ્યું કે અમે આસિયાનની સાથે પોતાના સંબંધોને ખુબ મહત્વ આપીએ છીએ, જેમ તમે જાણો છો કે પૂર્વમાં પ્રધાનમંત્રી આસિયાનની સાથે શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે, પરંતુ આ વખતે તે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉપરાષ્ટ્રપતિ જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે મ્યાનમાર પર અમારી સ્થિતિ સ્પષ્ટ છે, અમે આસિયાન 5-સૂત્રીય સહમતિનું સમર્થન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે મ્યાનમાર લોકતાંત્રિક સરકાર તરફ વધે, અમે મ્યાનમારમાં હિંસાને સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ અને ફરજીયાત પણે આસિયાનને પહેલ કરતા જોવા ઈચ્છીએ છીએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Next articleજે.એન.યુમાં ફરી બે જૂથ વચ્ચે મારપીટ, વિદ્યાર્થીઓ કેમ્પસનો વીડીયો થયો વાઈરલ