Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ મકાનો બન્યા

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ મકાનો બન્યા

16
0

(જી.એન.એસ),તા.૨૪

નવીદિલ્હી,

દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં 9 વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે, જેનાથી તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 8.52 લાખ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર ‘વિકસિત ભારત @2047’ નો સંકલ્પ આપ્યો છે, જેમાં દેશમાં તમામ પાસે પાકું ઘર હશે. વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવાના ઉદ્દેશ સાથે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરી લીધો છે. રાજ્યમાં તમામ લોકોને પોતાના સપનાનું ઘર મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્યરત છે.

જૂન 2015માં જાહેર થયા બાદ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 8.55 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2024 25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ₹1066 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2024 25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 65,000થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ₹1326.93 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6.13 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ 01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ (LHP) માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવાસો બનાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, રાજકોટ ખાતે EWS 2 પ્રકારના કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા ઓક્ટોબર 2022માં કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના તમામ શહેરોના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ઓછામાં ઓછા એક ઘટકનો લાભ આપવામાં આવ્યો છે. વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 6 એવોર્ડ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે: 1. પોલિસી ઈનિશિયેટીવ, 2. બેસ્ટ એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ ઓન પ્રાઈવેટ લેન્ડ અને 3. બેસ્ટ ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશન પ્રોજેક્ટ..  આ ઉપરાંત, વર્ષ 2019 માં જ BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીના એવોર્ડ આપવામાં આવ્યા હતા.  ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે: બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ CLSS, બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ARHCs અંડર મોડલ 01, બેસ્ટ AHP પ્રોજેક્ટ અંડર PPP મોડેલ, બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્જન્સ વિથ અધર મિશન, સ્ટેટ વિથ મેક્સિમમ ટેક્નોગ્રાહી વિઝિટ એટ LHP સાઇટ, બેસ્ટ પર્ફોર્મિંગ SLTC અંડર PMAY (U) અને બેસ્ટ પર્ફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ (ઉના નગરપાલિકા).

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યભરની આંગણવાડીમાં ૧, ૭૫, ૮૧૫ બાળકોને પ્રવેશ અપાશે : ૯૦,૨૧૨ કુમાર તથા ૮૫,૬૦૩ કન્યાઓને પ્રવેશ અપાશે
Next articleપાકિસ્તાનની સંસદમાં ક્રિકેટ ટીમ પર હંગામો થયો