ગાંધીનગર, (કાર્તિક જાની) જીએનએસ.તા.૨૫/૦૨
મલાઇદાર પોસ્ટ માટે કરોડોના વહીવટની સરેઆમ ચર્ચા-તપાસની માંગ
એકાએક ઇન્ટરવ્યૂ રદ કરાયા અને પઢી ખાનગીમાં ગોઠવાયા..શંકા-કૂશંકા ઉપજાવે તેવી હરકતમાં એક સનદી અધિકારી સામે આંગળી ચિંધાઇ રહી છે…!
સંવેદનશીલ પોસ્ટ માટે સંવેદનશીલ સરકાર કાર્યક્ષમને પસંદ કરશે કે લેતીદેતીવાળાને…?
અબજોના મૂડીરોકાણથી લઇને લાખ રૂપિયાના મૂડીરોકાણવાળા કારખાનાને જેની મંજૂરીની જરૂર પડે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ની મલાઇદાર પોસ્ટ સભ્ય સચિવની નવી નિમણૂંકની પ્રક્રિયામાં સનદી અધિકારીઓની એક ટીમ પોતાના મનપસંદને આ જગ્યાએ મૂકવા માટે જે વરવી ભૂમિકા ભજવી રહ્યાં છે તેની સચિવાલય સંકૂલમાં એવી ચર્ચા છે કે કોઇ મોટી ડીલ બાદ જ અથવા ડીલ થઇ હોય તેને બેસાડવા માટેના પ્રયાસો થઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે કહેવાય છે કે એક સનદી અધિકારી(આઇએએસ-IAS) ખુદ સીએમ વિજય રૂપાણીને મિસગાઇડ કરીને પોતાની ખીચડી પકવી રહ્યાં છે.
GPCB માં હાલમાં સભ્ય સચિવ તરીકે બોર્ડના જ સીનીયર અધિકારી ફરજ બજાવે છે જે બાબત અધિકારીઓને તથા અમુક સીનીયર આઈ.એએસ. અધિકારીને ગમતુ ન હોય તેવું કાવત્રું રચીને તેમને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું મનાય છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, પહેલા તો 17થી 20 ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજીઓ કરી હતી. તેમાંથી 4 જણાંને શોર્ટ લિસ્ટ માટે પસંદ કરાયા હતા. આ 4માંથી પણ એક જણી વિરૂધ્ધ કહે છે કે સનદી અધિકારીએ સીએમના કાનમાં કોઇ ફૂંક મારી અને 4માંથી 3 રહ્યાં હતા. પરંતુ ત્યારબાદ આ 3ને કોલ લેટર મોકલીને અચાનક તેમના રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ જ પણ ઉડાવી દેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ સભ્ય સચિવની નિમણુંકની પસંદગી માટે ફરીથી પ્રક્રિયા હાથ ધરાઇ જેમાં ગઠિત એક સીલીકેશન કમિટી કે જેમાં એક આઈએએસ સચિવ, GPCB ના વર્તમાન સાયન્ટીસ સુધાકર, IIT ના એક પ્રોફેસર અને નિયામક- પર્યાવરણ, સભ્ય સામેલ છે તેઓએ 6 નામો પસંદ કરીને તેમને ઇમેલ કરીને એકદમ ખાનગી રાહે ઈન્ટરવ્યું ગોઠવી નાખ્યા હતા.
સુત્રો જણાવે છે કે સૌ પ્રથમ ૩ શોર્ટ લીસ્ટેડ પસંદ થનારા ઉમેદવારોના જ ઈન્ટરવ્યું લેવાના હતા પરંતુ કહેવાય છે કે તેમાં કોઇને વાંધો પડતા અથવા તો પોતાના કોઇને મનગમતાને બેસાડવા માટે તેમાં ભયંકર અસંતોષ થતા એ ઇન્ટરવ્યૂ રદ્દ કરવામાં આવ્યાં અને બીજાકુલ ૬ ઉમેદવારોને બોલાવવામાં આવેલ કહેવાય છે કે મોટી “બોલીયો” આ પદ માટે બોલાવામાં આવી રહી છે જેનો આંકડો અધધધ…. મગજને ચકરાવે ચડાવી દે તેવો છે. બોલાવવામાં આવેલ ઉમેદવારો સેટીંગ કરવા તૈયાર થયા હોય તો તેમનો ઈન્ટરવ્યું લેવામાં આવે, આ પસંદગી પ્રક્રિયામાં બહું મોટો ગોટાળો થયો હોય તેવું ફલીત થાય છે આ સમગ્ર પસંદગી પ્રક્રિયામાં ખુબ મોટાપાયે “આર્થિકવહીવટ ” થયો હોવાનો GPCB ના ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે પ્રમાણિક અને કાર્યદક્ષ અધિકારીઓ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાની તપાસ ACB અથવા CBI દ્વારા કરવાની માગણી થઇ રહી છે.
સૂત્રોએ એમ પણ કહ્યું કે, આ સિનીયર આઈએસ અધિકારી પોતાના વિભાગના કેબીનેટ મંત્રીને પણ અંધારામાં રાખે છે અમુક પ્રક્રિયા કે નિર્ણયોમાં સરકારને પણ ઉલ્ટા ચશ્મા પહેરાવે છે. પરિણામે લાંબાગાળે આ અધિકારીના તુમાખીભર્યા નિર્ણયથી આખરે સરકારની બદનામી થાય છે. ત્યારે ન્યાયના હિતમાં અને જેમાં જલ્દીથી બદનામ થઇ જવાય એવી સંવેદનશીલ પોસ્ટની નિમણૂંકમાં કોઇ ગેરરીતિ કે લેવડ-દેવડના થાય તેની કાળજી સંવેદનશીલ સરકાર લેશે ખરી…?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.