Home રમત-ગમત Sports પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાનનો શ્રીલંકા સામે 6 વિકેટે વિજય થયો

પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાનનો શ્રીલંકા સામે 6 વિકેટે વિજય થયો

69
0

(GNS),03

અફઘાનિસ્તાનો શ્રીલંકા સામે પ્રથમ વન-ડેમાં છ વિકેટે વિજય થતાં આગામી વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ પૂર્વે શ્રીલંકા માટે મોટું સંકટ ઉભું થયું છે. પ્રવાસી અફઘાનિસ્તાનની ટીમે અહીં રમાયેલી પ્રથમ વન-ડેમાં શ્રીલંકાનો 269 રનનો ટારગેટ ચાર વિકેટ ગુમાવીને 19 બોલ બાકી રાખતા પાર કરી લીધો હતો. શ્રીલંકા 50 ઓવરમાં 268 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં અફઘાનિસ્તાને ઈબ્રાહિમ ઝાદરાનના 98 રન તેમજ રહેમત શાહની 55 રનની ઈનિંગની મદદથી 46.5 ઓવરમાં ચાર વિકેટે 269 રનનું લક્ષ્ય હાંસલ કરી લેતા છ વિકેટે વિજય થયો હતો અને ત્રણ વન-ડેની સિરીઝમાં અફઘાનિસ્તાને 1-0ની લીડ પ્રાપ્ત કરી હતી.

અફઘાનિસ્તાનના ઓપનર ઈબ્રાહિમ ઝાદરાને 98 બોલમાં તેટલા જ રન કર્યા હતા જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો. ઝાદરાન મેન ઓફ ધ મેચ રહ્યો હતો. રહેમાનુલ્લાહ ગુરબાઝ (25)ની ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ ઝાદરાને પાવર પ્લેમાં શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરી હતી અને 35 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે રહેમત શાહ (55) સાથે બીજી વિકેટ માટે 146 રનની ભાગીદારી નોંધાવી હતી. રજીતાએ ઝાદરાનને મિડ વિકેટ પર સબસ્ટિટ્યુટ સમરવિક્રમના હાથે કેચ આઉટ કરાવીને આ ભાગીદારી તોડી હતી.

આઈપીએલમાં શાનદાર દેખાવને આધારે વન-ડે ટીમમાં ડેબ્યૂ કરનાર માથા પથિરાનાએ રહેમત શાહના સ્વરૂપમાં તેની વન-ડે કારકિર્દીની પ્રથમ વિકેટ ઝડપી હતી. અફઘાન ટીમના સુકાની હસમતુલ્લાહ શાહિદીની 38 રનની સાતત્યપૂર્ણ ઈનિંગના સહારે પ્રવાસી ટીમનો આસાન વિજય થયો હતો. શાહિદીએ મોહમ્મદ નબીના સાથે ચોથી વિકેટ માટે 42 રન જોડ્યા હતા. નબી 42 રન કરીને નોટ આઉટ રહ્યો હતો. શ્રીલંકા ટોસ હાર્યું હતું અને પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળ્યું હતું.

શ્રીલંકાની ટીમમાં અનુભવી બેટર્સ દિમુશ કરુણારત્ને અને એન્જેલે મેથ્યુઝનો સમાવેશ કરાયો હતો પરંતુ તેઓ ખાસ યોગદાન આપી શક્યા નહતા. એક તબક્કે યજમાન ટીમે 84 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ચરિત અસાલંકાએ 95 બોલમાં 91 રન કરતા સાતમી અડધી સદી નોંધાવી હતી. ધનંજય ડી સિલ્વાએ 51 રન ફટકારીને તેનો સાથ આપ્યો હતો અને બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 99 રનની પાર્ટનરશિપથી શ્રીલંકા સન્માનજનક સ્કોર ઉભો કરી શક્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને ફરિદ અહેમદ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે ઓમરઝાઈ, મુજીબ, નૂર અને નબીએ એક-એક વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનને પીઠમાં દુઃખાવો હોવાથી તે બહાર રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleWTCની ફાઇનલ મેચ રદ થાય, તો કોણ વિજેતા? શું છે ICCના નિયમ
Next articleભૂતપૂર્વ પસંદગીકારએ એવી ટકોર કરી કે, “ભારતે બે વર્ષ અગાઉ કર્યું તેમ આ વખતે ના કરે”