Home ગુજરાત ઉત્તર ગુજરાત પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહીએ: ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી

પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહીએ: ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી

40
0
ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

(જી.એન.એસ), તા.૧૭

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી એમ. કે. દવેના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીશ્રીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસનમાં સેવારત અધિકારી-કર્મચારીઓએ પ્રજાભિમુખ વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખાસ કરીને લોક ફરિયાદના નિવારણને પ્રાધાન્ય આપવા તેમણે અનુરોધ પણ કર્યો હતો.

આ બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન કેસમાં વિલંબ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત ખાતાકીય વસૂલાત, તાબાની કચેરીઓની તપાસ, લોક ફરિયાદનું નિવારણ, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત ઝડપી કાર્યવાહી કરવી તેમજ સાંસદ અને ધારાસભ્યશ્રીઓની રજૂઆતો સંદર્ભે વિચાર વિમર્શ કરાયો હતો.

આ ઉપરાંત નાગરિક પુરવઠાની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ નેશનલ ફૂડ સિક્યુરિટી, તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અને ફૂડ સેફટી સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરતમંદ લોકોને પોષણયુક્ત આહાર સમયસર ઉપલબ્ધ થાય તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. કે. મોદી, નિવાસી અધિક કલેકટર શ્રી ડી.કે બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડના હલ્દ્વાનીના હિંસાની યોજના ઘડનારા મુખ્ય સૂત્રધાર સાથે કેટલાક આરોપીઓ પોલીસની પકડથી બહાર
Next articleકેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક પરિવર્તનના નેતા શ્રી કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી