‘નારી શક્તિ સપ્તાહ’ના અંતર્ગત પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે મહિલા કર્મચારીઓને ઉત્તમ સેવા માટે કર્યા સન્માનિત
(જી.એન.એસ) 3
અમદાવાદ,
નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, અને વિવિધ બચત યોજનાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે આજે મહિલાઓ સામાજિક અને આર્થિક પરિવર્તનની નવી વાર્તાઓ રચી રહી છે. ‘અહર્નિશ સેવામહે’ હેઠળ, ડાક વિભાગ હવે ફક્ત લોકોને પત્રો જ પહોંચાડી રહ્યું નથી, પરંતુ સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડી રહ્યું છે અને આમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નારી સશક્તિકરણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવી શકાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે ગુજરાત પરિમંડલમાં, 15 લાખથી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા કાર્યરત છે, જ્યારે 3,500થી વધુ ગામડાઓને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. 1.40 લાખથી વધુ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર ખાતા ખોલવામાં આવ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ૩૭ લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી ૪૮% ખાતા મહિલાઓના છે. જો મહિલા શક્તિ આત્મનિર્ભર બનશે તો ‘આત્મનિર્ભર ભારત’ ની વિભાવના પણ સાકાર થશે. આવી સ્થિતિમાં, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ફક્ત આજની જરૂરિયાત નથી, પરંતુ વિકાસ અને પ્રગતિનું એક આવશ્યક તત્વ પણ છે.
બેંક અને ડાક જીવન વીમામાં મહિલાઓને રોકાણ માટે પ્રેરણા આપી તેમનામા આર્થિક સશક્તીકરણની પ્રેરણા આપવામાં આવી રહી છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના સંદર્ભમાં શરૂ કરેલા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)ના શુભારંભના અવસરે 3 માર્ચ, 2025ના રોજ વ્યક્ત કરી. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, ખાનપુર, અમદાવાદના સભાગારમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રી યાદવે ડાક સેવાઓમાં શ્રેષ્ઠ કાર્ય કરનારી મહિલાઓને ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કર્યા.
*સન્માનિત થનારી મહિલાઓની યાદી-*
આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના આઈ.આઈ.એમ. મહિલા પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર કૃતિબેન મહેતા, શાહીબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર હેતલબેન ભટ્ટ, બોપલ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર રૂચિબેન પરીખ, અમદાવાદ સિટી મંડળ કાર્યાલયની કાર્યાલય સહાયક પિનલબેન સોલંકી, માણેકબાગ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન વર્ષાબેન ઠાકોર, મણિનગર પોસ્ટ ઓફિસ ના એમટીએસ સુરેખાબેન રાવલ, કુજડના બ્રાન્ચ પોસ્ટમાસ્ટર દિવ્યાબેન પટેલ, ગાંધીનગર મંડળના સાણંદ પોસ્ટ ઓફિસના ડાક સહાયક મહેશ્વરી ડોડિયા, ગાંધીનગર મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમેન મિત્તલ પ્રજાપતિ, કલોલ મુખ્ય પોસ્ટ ઓફિસના એમટીએસ બિનલ ચૌધરી, ટ્રેન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર કુંજલ માલામડી, કડાદરા બ્રાંચ પોસ્ટમાસ્ટર પ્રગતિબેન સાધુ, અમદાવાદ જીપીઓની ડાક સહાયક રિંકલબેન શાહ, પોસ્ટમેન ભૂમિબેન પટેલ, એમટીએસ પારુલ રાઠવા, અમદાવાદ રેલવે ડાક સેવા ના સહાયક અધિક્ષક પ્રેયલ શાહ, ડાક નિરીક્ષક નિલોફર ઘોરી, સુપરવાઇઝર એન એમ ખરાડી, સોર્ટિંગ અસિસ્ટન્ટ દેવાંગી સોલંકી, સલમા વહોરા, જીડીએસ એસ એચ રાજપૂતને તેમના ઉત્તમ કાર્ય માટે સન્માનિત કર્યા.
આ અવસરે, અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી વિકાસ પાલ્વે, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી પિયૂષ રજક, અમદાવાદ સિટી મંડળના ડિપ્ટી સુપરિન્ટેન્ડન્ટ શ્રી વી.એમ. વહોરા, ગાંધીનગર મંડળના ડેપ્ટી સુપરિન્ટેન્ડન્ટ સુશ્રી મંજૂલાબેન પટેલ, અમદાવાદ જીપીઓના ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહ, મેનેજર નેશનલ સોર્ટીંગ હબ શ્રી એન જી રાઠોડ, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી અને શ્રી એમ એમ શેખ, સહાયક અધિક્ષક સુશ્રી પ્રેયલબેન શાહ, શ્રી હેમંત કંતાર, શ્રી વિશાલ ચૌહાણ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, યોગેન્દ્ર રાઠોડ સહિત અનેક અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.