Home ગુજરાત ઉત્તર ગુજરાત પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા રજૂઆત તો કરી, મંજૂરી આપે એવી...

પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા રજૂઆત તો કરી, મંજૂરી આપે એવી આશા છે : હર્ષ સંઘવી

37
0

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગ્રેડ-પેના મુદ્દાને લઈને જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેડ-પેના મુદ્દાને લઈને પોલીસ વિભાગમાં ભારે અસંતોષ હોવાને કારણે આખરે ગૃહ વિભાગે પેકેજ તો જાહેર કર્યું પરંતુ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો હતો.

દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરી છે, તે મંજૂરી આપશે એવી આશા છે.

અન્ય રીતે જ્યારે પણ ગ્રેડ-પેની કે પગાર વધારાની વાત આવતી હોય છે ત્યારે સરકારના અલગ અલગ વિભાગોમાં કર્મચારીઓએ એફિડેવિટ કરવાની હોય છે પરંતુ પોલીસ વિભાગએ એફિડેવિટ કરવાની હોતી નથી. અત્યાર સુધીની જે ગૃહ વિભાગની પ્રક્રિયા રહી છે તેમાં પહેલી વખત પોલીસ વિભાગે એફિડેવિટ કરાવવું પડ્યું છે.

આ પ્રક્રિયાને લઈને પોલીસ કર્મચારીઓમાં પણ ગણગણાટ જોવા મળ્યો હતો. દરેક વિભાગમાં આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા હોય છે. ઘણી લાંબી ચર્ચા કર્યા બાદ પહેલી વખત ગૃહ વિભાગમાં પણ આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે આ મુદ્દે ફાઇનાન્સ વિભાગે નિર્ણય લેવાનો રહેશે.

અમારા તરફથી ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે પોલીસ વિભાગને એફીડેવીટની આ પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે. જો ફાઇનાન્સ વિભાગ દ્વારા તેને મંજૂરી આપશે તો એફિડેવિટ કરવાની રહેશે નહીં. મને આશા છે કે અમે જે રજૂઆત કરી છે તે ફાઇનાન્સ વિભાગ સ્વીકારશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસેનાઓની વાપસી શરૂ થઈ ગઈ છે તો શું હવે ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદનો ઉકેલ આવશે?!..
Next articleગાંધીનગરમાં એક્ટિવા સવાર સિનિયર સિટીઝનને છરી બતાવી રોકડ રકમ અને મોબાઇલ લૂંટીને ફરાર