Home ગુજરાત પોલીસ પેટ્રોલિંગ છતાં દારૂના વેપારમાં તેજી… આ છે મોદીજીનું ‘ન્યુ ઇન્ડિયા..!!

પોલીસ પેટ્રોલિંગ છતાં દારૂના વેપારમાં તેજી… આ છે મોદીજીનું ‘ન્યુ ઇન્ડિયા..!!

617
0

(જી.એન.એસ.-રવીન્દ્ર ભદૌરિયા),તા.૩
ગુજરાતની પોલીસ ગાંધીના માર્ગે ચાલનારી પોલીસ છે…! કારણ કે આજે ગુજરાત પોલીસે સમગ્ર ગુજરાતના લોકોએ દરુમાંથી મુક્તિ અપાવી દીધી છે..! ત્યારે મુક્તિ અપાવી ને સમગ્ર ગુજરાત માં બેનરો પણ લગાવેલ છે કે જો તમે દારૂ ખરીદ વેચાણ અથવા હેરાફ્રેરી કરશો તો તમને ૧૦ વર્ષની કેદ અને ૫ લાખ સુધીનું દંડ કરવામાં આવશે. ત્યારે આજે ગુજરાત ઉડતા પંજાબના રસ્તે ચાલી રહ્યો છે કારણ કે થોડા સમયમાં ઉડતા પંજાબ ને બદલે લોકો ગુજરાતને ઉડતા ગુજરાતના નામથી ઓળખશે…! દારૂની મેહફીલ માળવાથી ગુજરાતના લોકો બાદ બાકી રહ્યા નથી. ગુજરાતમાં દરેક નશાનો વેપાર થાય છે જે કદાચ નશાબંધી આબકારી વિભાગ ને જાણ હશે જ…?
નશાબંધી ગુજરાત રાજ્ય ગ્રહ વિભાગ દ્વારા ગાંધીનગર સમેત અનેક જગ્યા દારૂ બંધ કરવાના બેનરો લગાવ્યા છે જેંથી દારૂ પીનાર લોકો માટે આ બેનર આશીર્વાદ સ્વરૂપ ગણાશે કે પછી બેનર જોઇને લોકો દારૂ વધાર માત્રામાં ખરીદ વેચાણ કરશે..? દારુ પીશો તો સજા થશે પણ દારૂ વેચશો તો કઈ નહિ થાય…!? આજે દારૂ પીનાર લોકોની સંખ્યા માં દર રોજ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દારૂ ઉપર અંકુશ લાદવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પરતું આજે દારૂ ગુજરાતની રીડની હડ્ડી સમાન થઇ ગયું છે કારણ કે જો ગુજરાતમાંથી દારૂ બંધ થાય તો કેટલાક લોકો બેરોજગાર થશે…!?
ગુજરાતમાં એક શામ દેશી દારૂના નામ છે કે કારણ કે માધ્યમ વિસ્તારમાં દારૂ જાહેર માં ખુલ્લેઆમ વેચાય છે અને પોલીસ પેટ્રોલિંગ પણ કરે છે..? પેટ્રોલિંગ કરતી પોલીસને કેમ દેશી દારૂનો આ વેચાણ નથી દેખાતું તે એક ચર્ચા નો વિષય છે..!? એક બાજુ ગુજરાત રાજ્યના સરકાર દ્વારા જાહેરાત કરી ગુજરાત રાજ્યની તમામ ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી. ચેક પોસ્ટ હતી ત્યારે બુટલેગરો ને એક ડર હતો કે ચેક પોસ્ટ હશે તો શહેરમાં દારૂ કેવી રીતે લઇ જવાશે..!? પરંતુ ચેક પોસ્ટ નાબુદ કર્યા બાદ તો દારૂનો વેપાર અધિક માત્રામાં થવા લાગ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.


ચેક પોસ્ટ નાબુદ કરી પરતું દારૂ ને કેમ ગુજરાત સરકાર બંધ નથી કરાવતી તે એક વિચાર કરવાનો પ્રશ્ન છે. જો સરકાર દેશી દારૂ બંધ કરાવે તો ગુજરાતની આવક માં ફરફર થશે…!? કે પછી કુરશી નીચે ચાલતા વહીવટ અટકી જવાથી સમસ્યા ઉભી થશે…!?કારણ કે આજે આ દારૂથી કેટલાક યુવાનો મૃત્યુને ભેટે છે અને કેટલાકમાં વિધવા થાય છે, કેટલાક બાળકો અનાથ..!! અમદાવાદ તો દારૂ માટે એક હબ ગણવા લાગ્યો છે.. કારણ કે આજે ભણી ગણી ને નીકળેલો યુવાન માત્ર દારૂ નો ધંધો કરવાનો જ વિચારે છે કારણ કે બીજા વ્યવસાયોમાં મેહનત છે ત્યારે દારૂમાં મહેનત નથી..!! ત્યારે નશાબંધી અને આબકારી ગુજરાત રાજ્ય ગ્રહ વિભાગ ગુજરાતની જનતાને દિન દહાડે તારાઓ બતાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યો છે. કારણ કે બુટલેગર ને ખબર છે અમારી સાથે સરકાર છે એટલે અમારું કોઈ કઈ બગાડી શકે નહિ..!!
આજે ગુજરાતની પરીસ્થિત એટલી હદે નબળી પડતી જાયે છે નવી પેઢી નશામાંથી બાજ આવતી નથી ત્યારે બુટલેગરો નશાના વેપાર કરવાનો છોડતા નથી. જયારે બુટલેગરની ધરપકડ કરવામાં આવે છે છતાં બુટલેગર પોતાના મનમાનીથી દારૂનો ખુલ્લેઆમ વેપાર કરી બીજા લોકોની જિંદગીની ધજ્જિયા ઉડાવે છે. દારુ વિષે અથવા કોઈ પણ નશા વિષે તમામ અખબારો, ટીવી મીડિયા સમાચારો પ્રકાશિત કરે પરતું બુટલેગરો ઉપર આ વાતનો કોઈ અસર નથી થતું..કેમ..?. ગુજરાતની તબાહીનો બીજું નામ છે દેશી દારૂ….!!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field