Home મધ્ય ગુજરાત અમદાવાદ પોલીસ જાપ્તામાંથી ફરાર મોન્ટુ નામદાર ને ગ્રામ્ય એલસીબી દ્વારા ઉદયપુરથી પાછો અમદાવાદ...

પોલીસ જાપ્તામાંથી ફરાર મોન્ટુ નામદાર ને ગ્રામ્ય એલસીબી દ્વારા ઉદયપુરથી પાછો અમદાવાદ આવતા ઝડપી લેવાયો

21
0

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોન્ટુ નામદાર નામનાં કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. આરોપી એક મહિના પહેલા પોલીસ જાપ્તામાં હતો અને પોલીસને લઈને ફાર્મ હાઉસ પર પહોંચી ત્યાંથી ફરાર થયો હતો. કુખ્યાત આરોપીએ ખાડીયાના BJPના કાર્યકર્તાની જાહેરમાં હત્યા કરી હતી અને અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો.

આ આરોપી અગાઉ પેરોલ જમ્પ અને બાદમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી મોન્ટુ નામદાર ઉદયપુરથી અમદાવાદના આંબાવાડી આવતા ગ્રામ્ય LCBએ ધરપકડ કરી છે. ગત મહિને 20 જૂનના રોજ આરોપી મોન્ટુ નામદારને અમદાવાદમાં કોર્ટના મુદત હોય લાવવામાં આવ્યો હતો. કોર્ટ મુદત પૂર્ણ થયા બાદ નડિયાદની બિલોદરા જેલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ ડાયાબિટીસની બીમારી હોવાનું કહીને દવાના બહાને પોલીસને ગામડીમાં પોતાના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં જમવાના તેમજ પરિવારને મળવાના બહાને પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. છેલ્લા એક માસથી ફરાર મોન્ટુ નામદાર પાસે પૈરા પુરા થઈ જતા આંબાવાડીમાં પોતાના ભત્રીજા મિલિન ગાંધીના ઘરે પહોંચ્યો હતો ત્યારે ગ્રામ્ય LCBને બાતમીના આધારે ઝડપી લીધો છે. 

જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી મોન્ટુ નામદાર ફરાર થયા બાદ પોલીસથી બચવા સૌથી વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતો હતો અને મોબાઈલનો ઉપયોગ કરતો ન હતો. હોટલમાં રજિસ્ટ્રેશન થાય તેવી કોઈ હોટલમાં રોકાતો ન હતો.  આ ઉપરાંત ફાર્મ હાઉસથી એક લાખ રૂપિયા લઈને નાસી ગયા બાદ તે 3 કિલો મીટર ચાલીને બસમાં બેસીને રાજકોટનાં ગોંડલમાં જતો રહ્યો હતો. જે બાદ રાજકોટથી આબુ, આબુથી રાજસ્થાનના ઉદયપુર અને જયપુર, સુલતાનપુર અને વારાણસીથી કાનપુર બાદ પરત ઉદયપુર આવ્યો હતો. આ એક મહિના દરમ્યાન તેના પર ચાલી રહેલા હત્યાના કેસમાં ફરિયાદી અને એક પંચની કોર્ટમાં જુબાની બાકી હોવાથી તેઓને ડરાવી ધમકાવીને સમાધાન કરવા માટે ભાગ્યો હોવાની કબૂલાત કરી છે. આ કેસમાં પોલીસની મદદગારીથી પોલીસ જાપતામાં ફરાર થયો હોવાથી એક PSI અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને ગુનો નોંધી તેઓની ધરપકડ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2022 માં BJP ના કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની આરોપી મોન્ટુ નામદારે હત્યા કરી હતી, જે કેસમાં તે નડિયાદ જેલમાં બંધ હતો. આ ઉપરાંત આરોપી હત્યા કેસમાં ફરિયાદી બનેલા વ્યક્તિની હત્યાનું પણ ષડયંત્ર રચી રહ્યો હોવાની આશંકાને લઈને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપી પહેલાં સાબરમતી જેલમાં બંધ હતો. પરંતુ પોતાના જીવને જોખમ છે તેવી અરજી કરીને નડિયાદ જેલમાં ટ્રાન્સફર કરાવી હતી. અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. જેથી અવાર નવાર ફરાર થતો આરોપી મોન્ટુ નામદારને કોણ મદદ કરે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ આ આરોપી વિરુદ્ધ જુગારના 15, હથિયાર 2 અને મારામારી સહિતના અન્ય 6 ગુનાઓ નોંધાયા હતા. હાલમાં આરોપીને નડિયાદ જેલ મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુરુપૂર્ણિમાએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા અને ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું
Next articleસ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આઘારે વડોદરમાં લાખો રૂપિયાના દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો