Home દેશ - NATIONAL પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરી 6 લોકો મુંબઈના પ્રખ્યાત કેફે માલિકના ઘરમાં...

પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરી 6 લોકો મુંબઈના પ્રખ્યાત કેફે માલિકના ઘરમાં ઘૂસી 25 લાખ રૂપિયા લઈને ફરાર 

31
0

(જી.એન.એસ) તા. 16

મુંબઈ,

મહારાષ્ટ્રના મુંબઈમાં ક્રાઈમ બ્રાંચના  પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરીને 6 લોકો પ્રખ્યાત કેફે માલિકના ઘરમાં ઘૂસી ગયા અને 25 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

મુંબઈના સાયન વિસ્તારમાં આવેલા એક કેફે માલિકના ઘરમાં ઘુસ્યા હતા. 25 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હોવાનો કાફે માલિકે આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં પોલીસે 6 લોકોમાંથી 4  લોકોની ધરપકડ કરી છે. મુંબઈ શહેરના માટુંગા વિસ્તારમાં એક લોકપ્રિય કેફે ચલાવતા એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, મંગળવારે સાયન હોસ્પિટલ નજીક છ લોકો તેના ઘરે આવ્યા અને કહ્યું કે તેઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના છે. ફરિયાદમાં કાફે માલિકે જણાવ્યું હતું કે અમે ચૂંટણી ફરજ પર છીએ. માહિતી મળી છે કે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તમારા ઘરમાં પૈસા રાખવામાં આવ્યા છે.

મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણા માટે પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. તેના પર કાફે માલિકે કહ્યું કે અમારી પાસે ફૂડ બિઝનેસમાંથી માત્ર 25 લાખ રૂપિયા રોકડા છે અને આ પૈસાને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ પછી, તમામ છ આરોપીઓ તે 25 લાખ રૂપિયા લઈ ગયા અને કાફે માલિકને કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાલ્યા ગયા.

આ પછી કેફે માલિકે સાયન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે કોઈ પોલીસકર્મી તેના ઘરે ગયો નથી. કાફે માલિકની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. તપાસ બાદ પોલીસે છમાંથી ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ ગુનામાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત
Next articleરાજકોટના એસ્ટ્રોન ચોકના નાળા પાસેગળામાં ફાંસો લગાવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર