Home ગુજરાત પોલીસનો આ કેવો ન્યાય..? જેને છરી ના ઘા વાગ્યા એને જ કસ્ટડીમાં...

પોલીસનો આ કેવો ન્યાય..? જેને છરી ના ઘા વાગ્યા એને જ કસ્ટડીમાં લેવાનો પ્રયાસ…

1895
0

(જી.એન.એસ પ્રતિનિધિ દ્વારા),તા.૨૨

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગુનેગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરદારનગરના ગુન્હેગાર પણ અહીંની પોલીસથી ડરતા નથી. ગત રવિવારે એક યુવક પર અસામાજિક તત્વોએ પરસ્પરની હરીફાઇમાં છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલમાં તેની હાલત નાજુક છે, જ્યારે સરદારનગર પોલીસે આરોપીના દબાણ હેઠળ છ લોકોને ધરપકડ કરી ઘાયલ યુવક અને તેના પરિવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે કુબેરનગર વિસ્તારમાં આરોપી અમિત ઉર્ફે કારા સિંધીએ તેના સાથીદારો સાથે મળીને વાલ્મિકી આવાસ યોજનામાં બલી  ઠાકોર પર છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો જેના કારણે બરાબરની તકરાર થઈ હતી. પોલીસ નો માનવું છે કે અમિત કારા કુબેરનગરના પ્રખ્યાત બુટલેગર છે. ત્યારે  ગંભીર રીતે ઘાયલ બલી ઠાકોરને સારવાર માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એપોલો હોસ્પિટલમાં ઓપરેશન માટે 4 લાખ રૂપિયાની મંગળી કરતા ઘાયલને  નરોડાની એક લવ્ય હોસ્પિટલમાં રિફર કરાયો હતો.

ત્યારે આરોપી પોલીસ ના શક માં આવે તે પેહલા તે પોતાની ઉપર ઘા કરી સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર માટે ભરતી થઈ ગયો હતો. હાલ બલી ઠાકોરની હાલત નાજુક છે. તેણે બાલી ઠાકોર વિરુદ્ધ હુમલો કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેના દબાણ હેઠળ બલી ઠાકોર અને તેના પરિવાર સામે પણ ગુનો નોંધી 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસના આ વલણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. બલી ઠાકોરના સબંધીઓનો આરોપ છે કે અમિત કારા સિંધી કુબેનગરના પ્રખ્યાત બુટલેગર છે. પોલીસે તેના દબાણમાં આ કાર્યવાહી કરી છે. ત્યારે આરોપી સપૂર્ણ પણે તાન્દુસ્ર્ત નથી થયો છતાં પોલીસ હોસ્પિટલ બહાર ચોકીદારી કરી રહી છે ઘાયલ ને પકડવા માટે…!!

અમદાવાદ પોલીસ નો આ કેવો ન્યાય જેને છરી ના ઘા વાગ્યા એને જ સરદારનગર પોલીસ કસ્ટડી કરવા ઈચ્છી રહી છે. ત્યારે જેને બબાલ કરી છે એના માટે પોલીસનું વલણ પોજીટીવ દેખાઈ રહ્યું છે. આ વાત થી ઘાયલની પત્ની સમેત પરિવાર ચિંતા માં છે કે આ કેવી કાર્યવાહી કે આરોપી બિન્દાસ અને ઘાયલ ચિંતા માં..? જયારે પોલીસ જ જનતા સાથે ભેદભાવ કરશે તો હવે જનતા કોની ઉપર વિશ્વાસ કરશે..!! હવે  પોલીસ કઈ નીતિ અપનાવી કાયદેસર કસ્ટડી કરી ઘાયલને ન્યાય અપાવશે..? કે પછી રામરાજ્ય પ્રજા સુખી..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈ.એ.આર ખાતે ઇનોવીઝ ડિસ્કવરિંગ બીઝનેસ ઇનોવેશનનું આયોજન કરાયું, ગાંધીનગર મેયર રહ્યા ઉપસ્થિત
Next articleગૌણ સેવા મંડળ પર ઘેરાયા સંકટના વાદળો…!! પીએસઆઇ મોડ-૨ના પેપર ફરી તપાસવા હાઇકોર્ટનો હુકમ