(જી.એન.એસ) તા૨૮
અમદાવાદ,
નાના ચિલોડા પાસે વીવીઆઇપી બંદોબસ્તમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારી વાહનો ડાયવર્ઝન કરાવતા હતા તે સમયે અજાણ્યા કાર ચાલકે આવીને પોલીસ કર્મી સાથે તકરાર કરી હતી. એટલું જ નહી ફેંટ પકાડીને નેમ પ્લેટ અને બોડીવોર્ન કેમેરા ફેંકી ધક્કો મારીને નીચે પાડી દીધો હતો અને કોના હુકમથી વાહનો ડાયવર્ટ કરો છો કહીને ઝઘડો કરીને રાજકારણ અને પોલીસ વિભાગમાં મોટી ઓળખાણ છે તમારા પટ્ટી-ટોપી ઉતરાવી દવાની અને કાર ચઢાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે તેઓ નાના ચિલોડા રીંગરોડ સર્કલ ખાતે તેઓ પોઇન્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા રહતા અને ૨૬ ના રોજ તેઓ અન્ય પોલીસકર્મીઓ સાથે રાજ્યપાલશ્રીના વીવીઆઇપી બંદોબસ્તમાં નાના ચિલોડા રીંગરોડ સર્કલ ખાતે હાજર હતા ત્યારે વધુ ટ્રાફિક થતા વાહનો ડાયવર્ઝન કરાવતા હતા. આ દરમિયાન એક કાર ચાલક આવ્યો હતો અને કાચ બંધ હતા તે સમયે કંઇ બોલતો હતો. બાદમાં કાર ચાલક યુટર્ન મારીને પરત આવ્યો હતો. બાદમાં કારમાંથી ઉતરીને પોલીસ કર્મચારી પાસે આવીને તમે કોના હુકમથી વાહનો ડાયવર્ટ કરો છો કહીને ઝઘડો કર્યો હતો. એટલું જ નહી ફેંટ પકડીને નેમ પ્લેટ અને બોડીવોર્ન કેમેરા ખેંચીને ફેકી દીધી હતી. તેમજ કાર ચાલકે પોલીસ કર્મીને તમે મારી કાર ડાયવર્ટ કેમ કરાવી મને ઓળખતા નથી મારી રાજકારણ અને પોલીસ વિભાગમાં મોટી ઓળખાણ છે તમારા પટ્ટી-ટોપી ઉતરાવી દઇશ હું અહિયાથી રોજ નીકળુ છું કાર તારા પર ચઢાવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તું મને કાયદો શિખવાડે છે કહીને ધક્કો મારીને પોલીસ કર્મીને પાડી દીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.