(GNS),16
દુબઈથી અમૃતસર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પુરી પાડવા માટે ભારતીય પ્લેનને પાકિસ્તામાં લેન્ડ કરવું પડ્યું હતું..
ઘટના વિષે એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી દુબઈ-અમૃતસર ફ્લાઈટના એક મુસાફરને ફ્લાઈટ દરમિયાન અચાનક મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂએ કરાચી પાસે મદદ માંગી તે તરફ જવાનું પસંદ કર્યું હતું કારણ કે પાકિસ્તાનનું આ એરપોર્ટ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા સૌથી નજીકનું સ્થળ હતું. ફ્લાઇટ દુબઈથી સ્થાનિક સમય મુજબ સવારે 08.51 વાગ્યે ઉપડી અને સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે કરાચીમાં લેન્ડ થઈ હતી…
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એરલાઈને એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે નજીકથી સંકલન કર્યું હતું અને મુસાફરને લેન્ડિંગ પછી તાત્કાલિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.” પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “કરાંચીના એરપોર્ટના ડૉક્ટરે જરૂરી દવા આપી હતી અને તબીબી મૂલ્યાંકન પછી પ્લેનને એરપોર્ટની તબીબી ટીમ દ્વારા ઉડાન ભરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું”..
જુલાઈમાં અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી જ્યારે મુંબઈથી રાંચી જતી ઈન્ડિગોની ફ્લાઈટને એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીને કારણે નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે લેન્ડિંગ પર પેસેન્જરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે તેની બીમારીમાં દમ તોડ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.