Home દુનિયા - WORLD પેલેસ્ટાઈનની મદદે ભારત, રાહત સામગ્રી સાથે એરફોર્સનુ C-17 એરક્રાફ્ટ રવાના થયુ

પેલેસ્ટાઈનની મદદે ભારત, રાહત સામગ્રી સાથે એરફોર્સનુ C-17 એરક્રાફ્ટ રવાના થયુ

22
0

(GNS),22

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં હજારો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝા પટ્ટીના લોકો માટે ભારતે પેલેસ્ટાઈનને માનવીય સહાય મોકલી છે. ઇઝરાયેલની સેનાએ ઠેર ઠેર હવાઈ હુમલા કરીને દરેક જગ્યાએ વિનાશ મચાવ્યો છે. ગાઝાની સરહદો બંધ કરી દેવામાં આવી છે.જેના પગલે, ખોરાક અને પાણીની સમસ્યા સર્જાઈ છે. ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ આજે સાડા છ ટન મેડિકલને લગતી રાહત સામગ્રી અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી લઈને ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થયું હતું. રાહત સામગ્રીમાં દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતા સુવિધાઓ, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ભારતે મોકલેલી રાહત સામગ્રી ઇજિપ્તથી રોડ માર્ગે ગાઝા મોકલવામાં આવશે.

ભારતે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ પર નરમ વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર હમાસના હુમલા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને ઈઝરાયેલ પરના હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તાજેતરમાં, વડા પ્રધાને, ગાઝા પટ્ટીમાં એક હોસ્પિટલ પર કરાયેલા હુમલાની પણ આકરી ટીકા કરી હતી. હોસ્પિટલમાં હુમલો કરનારાની જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. હોસ્પિટલ પરના હુમલા અંગે ઇઝરાયેલ નકારી રહ્યું છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, આ હુમલો હમાસના મીસફાયરને કારણે થયો છે. વડાપ્રધાને પોતાના એક ટ્વીટમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતના જૂના વલણનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી સહિતના ભારતીય નેતાઓ યહૂદી હિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ તેઓએ 1947માં પેલેસ્ટાઈન માટે બ્રિટિશ સરકારના વિભાજનના આદેશનો વિરોધ કર્યો હતો. તેમણે ફેડરલ સિસ્ટમની હિમાયત કરી હતી. જે ધાર્મિક લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરે છે. ભારતે 1950 માં ઇઝરાયેલ દેશને માન્યતા આપી હતી. પરંતુ 1992 સુધી ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા ન હતા.

2014થી ઈઝરાયેલ પ્રત્યે ભારતનું વલણ બદલાયું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય જોડાણ અને દ્વિપક્ષીય સહયોગ વધ્યો છે. પીએમ મોદીએ 2017માં ઈઝરાયલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી ઈઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા વડાપ્રધાને પેલેસ્ટાઈનની પણ મુલાકાત પણ લીધી હતી. જ્યાં 2017માં જ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કરી હતી અને પીએમ મોદીને પેલેસ્ટાઈનના સૌથી સર્વોચ્ચ ગણાતા એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં એકએ છોડ્યો બીજાનો કેચ, ટીમ ભારતને થયું નુકસાન
Next articleકેન્યામાં સ્ટેડિયમમાં પ્રવેશવા નાસભાગ મચી, અકસ્માતમાં 6 ના મોત, 100થી વધુ લોકો ઘાયલ