(જી.એન.એસ) તા. 4
- ભારતીય શૂટર મહેશ્વરી ચૌહાણ મહિલા સ્કીટ શૂટિંગ ઈવેન્ટમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી ન હતી. આ સાથે ઓલિમ્પિકમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ છે. મહેશ્વરી 14મા સ્થાને રહી હતી, જ્યારે ફાઇનલમાં જવા માટે ટોપ-6માં હોવું જરૂરી હતું.
- બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે (5 ઓગસ્ટ) બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લેશે. તેનો મુકાબલો વિશ્વમાં નંબર-7 મલેશિયાની લી જી જિયા સાથે થશે. લક્ષ્યે મલેશિયાના શટલર સામે પાંચમાંથી ચાર મેચ જીતી છે. બ્રોન્ઝ મેડલ મેચ 5 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.
- હોકીમાં ક્વાર્ટર ફાઈનલ જીત્યા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, ‘મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ 2 મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું. તમને જણાવી દઈએ કે ભારતે શૂટઆઉટમાં 4-2થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
- જેસન એલ્ડ્રિન લોંગ જમ્પ ઈવેન્ટમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યો નહિ. એલ્ડ્રિનના પ્રથમ બે પ્રયાસો ફાઉલ હતા. છેલ્લો પ્રયાસ 7.61 મીટરનો હતો, જે 8.61 મીટરના ક્વોલિફાઇંગ માર્ક કરતાં ઘણો ઓછો હતો.
- વિક્ટર અને લક્ષ્ય વચ્ચે જોરદાર ટકકર ચાલુ છે અને પ્રથમ સેટમાં સ્કોર 20-20 સુધી પહોંચી ગયો હતો. જોકે, અંતે વિક્ટરે પહેલો સેટ 22-20થી જીતી લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.