Home દુનિયા - WORLD પેરિસની બહાર બોમ્બની ખોટી ધમકીના આરોપમાં 16 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ

પેરિસની બહાર બોમ્બની ખોટી ધમકીના આરોપમાં 16 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ

25
0

(GNS),21

શુક્રવારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પેરિસની બહાર બોમ્બની ખોટી ધમકી આપવાના આરોપમાં એક 16 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફ્રાંસના (France) અધિકારીઓ એરપોર્ટ, સ્કૂલ્સ અને અન્ય સ્થળ પર બોમ્બની અફવાઓને રોકવા છેલ્લા એક સપ્તાહથી સંઘર્ષ કરી રહ્યા છે. ઇઝરાયેલ પર હમાસનો હુમલો, ગાઝામાં આગામી યુદ્ધ અને ગત સપ્તાહમાં અર્રાસમાં એક શિક્ષકની ચપ્પુ મારી હત્યા પછી બોમ્હની ધમકીના તાકણે દેશ હાઇ એલર્ટ પર છે. આ કિશોરની પેરિસના ઉત્તર-પશ્ચિમી શહેર સેંટ-ઓવેન-એલ ઔમોનમાં એક બોમ્બની ધમકી ભર્યા ઇમેઇલના પગલે ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિએ હાજરી આપી હતી, તે જીન પેરીન હાઇસ્કૂલમાંથી આશરે એક હજાર વિદ્યાર્થીઓ સહિત લગભગ 1,200 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.સ્થળની તપાસ બાદ કોઈ વિસ્ફોટકો મળ્યા ન હતા, અને કિશોરનો ચોક્કસ હેતુ અસ્પષ્ટ રહ્યો હતો..

ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડાર્મનિને જણાવ્યું હતું કે બુધવાર અને ગુરુવારે બોમ્બની ખોટી ધમકીઓ બદલ સત્તાવાળાઓએ 18 ધરપકડ કરી હતી.પેરિસની બહાર ફ્રાન્સના મોટા ભાગના મોટા એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે લોકોનું બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ ડઝનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારે હવે ધરપકડ બાદ બે વર્ષની જેલ અને 30,000-યુરો ($31,700) દંડ થાય તેવી શક્યતા છે.પેરિસના ફરિયાદી લૌર બેક્યુએ જણાવ્યુ હતુ કે સજા વધુ ગંભીર હોઈ શકે છે, તેમણે ઉમેર્યું હતું કે બોમ્બની આવી ધમકીઓને હવે પૂર્વયોજિત “માનસિક હિંસા” નું એક સ્વરૂપ ગણવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે ખોટી અફવા ફેલાવાના સંદર્ભ સજા તો થવી જ જોઇએ. જવાબદારીનો અહેસાસ ન હોય તેવા લોકોને ભાન કરાવવુ જ જોઇએ. તેમણે એવુ પણ જણાવ્યું છે કે આરોપીને આના કરતા પણ વધુ ગંભીર સજા થઇ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા
Next articleISISમાંથી પરત ફરનારાઓને શાળાઓમાં નોકરી આપવા પર સ્વીડનમાં આક્રોશ