(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૧૧
ગુજરાતમા ઘણા શહેરો એવા છે કે બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બિલ્ડીંગો ઉભી કરી દેવામાં આવે છે.અને ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમના પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે.અને ગ્રાહક જ્યારે દસ્તાવેજ કરવાનું કહે અથવા પજેશન આપવાનું કહે તો અલ્લા તલ્લા મારી ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવે છે.ઘણા એવા કિસ્સા આપણને જોવા મળે છે.કે બિલ્ડરો ગેરકાયદેસર બાંધ કામ કરી ગ્રાહક પાસેથી પૈસા પડાવી રફ્ફુ ચક્કર થઈ જતા હોય છે.અને પછી ગ્રાહકોને કોર્ટના ધક્કા ખાવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.આવી જ ઘટના ગાંધીનગર નજીક આવેલ પીપળજ ગામે મહુડી હાઇવે રોડ ઉપર બનતી સ્કીમ જેનું નામ સપન વિલા આવેલ છે.જેના માલિકનું નામ વિપુલ જાની છે.જેઓ 2011ની સાલથી જમીન એન.એ કરાવી બાંધકામ કરવાની પરમિશન લીધેલ છે.પરંતુ ત્યાં આજે 8 વર્ષ થઈ ગયા હોવા છતાં બાંધ કામ પૂર્ણ કરેલ નથી. બાંધકામ પરમિશનનો નિયમ જોવા જઈએ તો જમીને એન એ કરાયા પછી બાંધકામ પરમિશના એક વર્ષની અંદર ચાલુ કરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દેવાનું હોય છે. જ્યારે આ બંન્ને બિલ્ડરો દ્વારા આજ સુધી બાંધકામ પૂર્ણ કરેલ નથી. તંત્ર દ્વારા પણ આજ સુધી કોઈ તસ્તી લેવામાં આવી નથી.અને કોઈ કાયદેસર કાર્યવાહી પણ કરવમાં આવી નથી.અને આજે 8 વર્ષે પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ બાંધકામ પૂર્ણ કરેલ નથી બે બે વખત પરમિશન લીધી અને સમય મર્યાદા જતી રહી હોવા છતા આજ સુધી બાંધકામ પૂર્ણ કરેલ નથી. આ સપનવિલાના બિલ્ડર વિપુલ જાની અને સંદીપ ઠક્કર દ્વારા લોકોને સસ્તું મકાન આપીશું તેવી લાલચ આપી અમુક રકમ ચેક થી અને અમુક રકમ રોકડ લઇ લેવામાં આવે છે.ચેકથી રકમ એટલા માટે લેવામાં આવે છે કે ગ્રાહકને તેના ઉપર વિશ્વાસ આવે.અને ગ્રાહક બીજા પૈસા રોકડમાં આપે છે તે પૈસાનો બુચ મારી જવાનો. આ નીતિ આ બંન્ને બિલ્ડરો દ્વારા છેલ્લા 8 વર્ષથી અપનાવવામાં આવી રહી છે.ટુક સમય પહેલા જ સપન વિલાના બિલ્ડર વિપુલ જાનીને એક ગ્રાહકે 20 લાખ રૂપિયા આપ્યા એમા 15 લાખ ચેકથી અને 5 લાખ રોકડ આપવામાં આવ્યા હતા. પરંતુ ગ્રાહકને સમયસર લખાણ કે દસ્તાવેજ કે પજેશન નહીં મળતા તેને પૈસા પાછા માગ્યા ત્યારે આ બંને બિલ્ડરો ભેગા થઈને 15 લાખ જે ચેકથી આપવામાં આવ્યા હતા તેં પરત આપી દીધા અને જે 5 લાખ રોકડા આપેલ હતા તેનો બુચ મારી દેવામા આવ્યો.સુત્રોથી એવી માહિતી મળી રહી છે કે આ બંન્ને બિલ્ડરો અધૂરું બાંધકામ કરી લોકોના પૈસાનો બુચ મારવાનો જ ધંધો કરે છે.ત્યારે સવાલ એ છે કે વારંવાર બિલ્ડરો દ્વારા ગ્રાહકોની છેતરપિંડીના કિસ્સા સામે આવે છે છતાં પણ કેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.સપન વિલા સ્કીમની વિરુદ્ધ ગાંધીનગર કલેકટર ઓફિસમાં શરતભંગની કાર્યવાહી કરવાં માટે અરજી પણ કરવામાં આવી છે. છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં કેમ ? શુ તંત્ર એ સમયની રાહ જોઈ રહી છે કે ગ્રાહકો છેતરાઈ જાય પછી જ કોઈ કાર્યવાહી કરવાની.? આ સપન વિલા સ્કીમમાં જે પૈસા રોકશે તેનો બુચ વાગી જશે તે તો નક્કી જ દેખાય છે.ત્યારે તંત્રએ હવે જાગવાની જરૂર છે.અને આ આખી સ્કીમ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર છે.જેથી ગ્રાહકોને આવા લાલચુ બિલ્ડરો છેતરીના જાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.