Home ગુજરાત પેથાપુર ખાતે આગામી તા.૧૫મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે

પેથાપુર ખાતે આગામી તા.૧૫મી ઑકટોમ્બરથી સાર્વજનિક નવરાત્રી મહોત્સવ યોજાશે

24
0

અંદાજે છેલ્લા ૧૦૦વર્ષ થી યોજાતા આ નવરાત્રી મહોત્સવમાં સાગના લાકડામાં થી તૈયાર કરેલી વર્ષો જૂની માતાજીની માંડવી આકર્ષણનું કેન્દ્ર: માંડવીમાં માતાજીની મૂર્તિ પધરાવી ને પૂજન અર્ચન સહિત આરતી યોજાય છે
પ્રવર્તમાન વાયબ્રન્ટ યુગમાં યોજાતા ગરબાઓ એ શેરી ગરબાની જમાવટ ગુમાવી છે ત્યારે આજે પણ અહી ગરબાની એક લાઈનમાં લોકો ગરબે ધૂમે છે
ભૂતકાળમાં આજુબાજુના ગામડામાંથી ગરબે ધૂમવા લોકો આવતા આજે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાંથી ફ્રેશ થવા માટે શેરી ગરબામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ
જગત જનની મા જગદંબાનો નવરાત્રી મહોત્સવ આગામી તા.૧૫મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે.પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના પેથાપુર ખાતે પેથાપુર સાર્વજનિક નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.

(જી.એન.એસ),તા.૧૩
પેથાપુરના માંડવીચોક બજાર ખાતે યોજાનાર આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવ અદાજે છેલ્લા ૧૦૦ વર્ષથી યોજાય છે.વર્ષોથી ગાંધીનગરનું પેથાપુર લાકડાના બારીક નકશીકામ માટે ખુબ જાણીતું છે જેની સાબિતી સ્વરૂપે આજે પણ પેથાપુર શહેર ખાતે રાજા રજવાડાં વખતની પરંપરાગત પ્રાચીન કલાત્મક માંડવડી નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પેથાપુર ખાતે પ્રાચીન પરંપરા અનુસાર નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીનો ઘટ સ્થાપન કરી સાગના લાકડામાંથી બનાવેલી આશરે ૨૦ફુટ ઉંચી માંડવડીનું સ્થાપન કરવામાં આવે છે. આ માંડવડી આશરે ૧૨૫ વર્ષથી વધુ જુની છે.આજે પણ પરંપરાગત પ્રાચીન માંડવડી સાથેની નવરાત્રી પેથાપુરમાં ટાવર પાસે જાણીતા માંડવી ચોક ખાતે યોજાય છે. આ કલાત્મક સુંદર નકશીકામ કરેલ માંડવડી ગામના સુથાર સમાજના કારીગરોએ અંબાજી માતાજીના મંદિરને જે તે સમયે ભેટ સ્વરૂપે આપી હતી.
વર્ષો જૂની રૂઢિગત પરંપરા મુજબ માતાજીનો આ નવરાત્રી મહોત્સવ યોજાય છે. બજારમાં આવેલા માતાજીના મંદિરમાંથી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની મૂર્તિનું પરંપરાગત રીતે પૂજન અર્ચન કરીને પધરામણી કરવામાં આવે છે. આ જ રીતે નવે નવ દિવસ માટે દરરોજ રાત્રે દશ વાગે આરતી ઉતારવામાં આવે છે જેમાં સૌ નગરજનો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે આરતીબાદ રાષ્ટ્રગાન પણ કરવામાં આવે છે.નવમા દિવસે મંદિર ખાતે હવનનું પણ આયોજન કરવામાં આવે છે.નવ દિવસ પૂર્ણ થાય અને કોઈ ભકતને બાધા હોય તો એના દ્વારા માંડવી વાળવી હોય તો એટલા દિવસ સુધી નવરાત્રી લંબાવાય છે. છેલ્લા દિવસે રાત્રે માતાજીને સારા ચોધડિયામાં વળાવવા ની પરંપરા છે આ માટે પણ આરતી કર્યા બાદ માતાજીને પુન:નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,જ્યારે પાર્ટીપ્લોટ ના ગરબાનું કલ્ચર નહોતું ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકો ગરબે ધૂમવા અને માતાજીના દર્શનાર્થે આવતા હતા. ગામનાજ યુવાનો અને નાગરિકોના સહયોગથી આ નવરાત્રી યોજાતી હતી અને આજેય પણ એ જ પરંપરા સાથે એવીજ રીતે નવરાત્રી યોજાય છે એ સમયે જે યુવાનો માતાજીની સેવા નિસ્વાર્થ ભાવે કરતા હતા એના આશીર્વાદને પરિણામે આજે એ સૌ સારી રીતે નોકરી ધંધામા સેટ છે એ સૌ માતાજીનાજ આશીર્વાદ છે એમ માનીને આજે પણ એટલાજ ખંતથી નવે નવ દિવસ સેવા કરે છે.સમય ગયો એમ એમ નવી પેઢીના નવા યુવાનો પણ આમાં જોડાયા છે અને એ પરંપરા જાળવી રાખીને માતાજીની સેવા કરીને ગામની પરંપરા જાળવી રાખવામાં સહયોગ આપી રહ્યા છે એ માટે સૌનો આભાર અને આગામી સમયમાં પણ આવીજ સેવા થકી નવરાત્રી કરે એવી જગત જનની જગદંબા એમને શકિત આપે એવી પ્રાર્થના
પ્રવર્તમાન વાયબ્રન્ટ યુગમાં પાર્ટીપ્લોટમાં યોજાતા ગરબાઓ એ શેરી ગરબાની જમાવટ ગુમાવી છે ત્યારે આજે પણ અહી ગરબાની એક લાઈનમાં લોકો ગરબે ધૂમે છે ભૂતકાળમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય ગરબાની રમઝટ સૌ એ જોયેલી છે પરંતું આજે આ યુગમાં હવે લોકો પાર્ટીપ્લોટમાં જતા થયા છે અને ગામનો પણ વિકાસ થયો અને સોસાયટીઓ પણએટલી બધી વધી ગઈ છે એટલે ગામમાં પણ ઠેર ઠેર નવરાત્રી યોજાય છે એટલે અહી ઓછા લોકો આવે છે એટલે સાઉન્ડમાં ગરબા વગાડીને વર્ષો જૂની ગામની પરંપરા છે એટલે આ પરંપરાગત નવરાત્રીનું આયોજન કરાય છે. દરરોજ ગરબા પૂર્ણ થયા બાદ લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવે છે. આ વારસો હજુ પણ જળવાઈ રહે એવી માતાજી આપણા સૌને શકિત આપે એવી પ્રાર્થના..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ (SPICSM) અને રાંચી સિક્યુરિટી પ્રાઈવેટ લિમિટેડ સ્કીલ ડેવલપમેન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ દ્વારા વંચિત યુવાનોને સશક્ત બનાવવા (MoU) કર્યું
Next articleઘન કચરાના વ્યવસ્થાપન થકી ‘કચરામાંથી કંચન’ બનાવતું વડોદરાનું દુમાડ ગામ