(GNS),25
WORLD CUP 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની આ વખતે હાલત ખૂબ જ ખરાબ છે. થોડા સમય પહેલાની આ નંબર વન ટીમ સતત ત્રણ મેચ હારી ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાને પણ એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર પાકિસ્તાન માટે શરમજનક હતી. ટીમની આ મહત્વની હાર બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પૂર્વ દિગ્ગજો બાબર આઝમથી લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સુધીના દરેક લોકો સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે PCB અધ્યક્ષ ઝકા અશરફ પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાન ટીમના શરમજનક પ્રદર્શન પર અકરમે પીસીબીને સલાહ આપતા કહ્યું કે ક્યારેક દેશ વિશે પણ વિચારો. અકરમે વધુમાં કહ્યું હતું કે, “જૂના લોકોએ હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવા માટે સખત મહેનત કરી હતી. તમે આવતાની સાથે જ તે બદલી નાખ્યું. તેને નેશનલ કોચિંગ સેન્ટર બનાવ્યું. તમે આ ફેરફાર શા માટે કર્યો તે મને સમજાતું નથી. પહેલાથી જ એક વ્યવસ્થા હતી, તો પછી તેમાં આટલો બદલાવ કેમ?..
તમને જણાવી દઈએ કે છેલ્લા 8 મહિનાથી તે હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં એક પણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું નથી. વસીમ અકરમે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પાકિસ્તાનની હાર માટે PCBને જવાબદાર ગણાવ્યું હતું. અકરમે પીસીબી ચીફ ઝકા અશરફની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, “હવે અચાનક તેઓ અધ્યક્ષ બની ગયા અને તેમના આવતાની સાથે જ બધું બદલાવા લાગ્યું. તમે પીસીબીમાંથી લોકોને કાઢી નાખ્યા અને તમારા પોતાના માણસોની નિમણૂક કરવાનું શરૂ કર્યું. તમને વિદેશી કોચ ગમ્યો. કોઈ મળે એમ નહોતું તો ઓનલાઈન રાખી લીધો. “મારા પ્રિય વડીલ લોકો,આવતી વખતે, મહેરબાની કરીને, પહેલા તમારા વિશે નહીં પરંતુ દેશ વિશે વિચારજો.” અફઘાનિસ્તાન સામેની મેચ હાર્યા બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે પાકિસ્તાને વધુ 4 મેચ રમવાની છે અને જો તેણે સેમીફાઈનલની આશા જીવંત રાખવી હોય તો તેને તમામ મેચ જીતવી પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.