(જી.એન.એસ) તા. 27
અમદાવાદ/વડોદરા,
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ દ્વારા વડોદરા મહાનગર પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ તેમણે વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનવણી દરમિયાન યુસુફ પઠાણ દ્વારા પાલિકા કહે તે કિંમત ચુકવવાની તૈયારી દર્શાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી 3, જુલાઇના રોજ હાથ ધરવામાં આવનાર છે.
ગુજરાત હાઇકોર્ટમાં યુસુફ પઠાણ અને વડોદરા પાલિકાના વકીલે રાજ્ય સરકારના અધિકારો અને લેન્ડ ડિસ્પોઝલ પોલોસી પર દલીલો કરી છે. જેમાં યુસુફ પઠાણે પાલિકા કહે તે કિંમત ચુકવવાની તૈયારી દર્શાવી છે. પાલિકાના વકીલ દ્વારા દલી કરવામાં આવી કે, પાલિકા માત્ર હરાજી કરીને પ્લોટ વેચી શકે છે. ખાસ કિસ્સામાં જમીન આપવા માટે સરકારની મંજૂરી જરૂરી છે. વર્ષ 2013 માં અમારા પત્રના જવાબમાં યુસુફ પઠાણે નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. અને પ્લોટ ખરીદવા અને આગળની સરકાર પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરવા સંમતિ દર્શઆવી હતી. વર્ષ 2014 માં રાજ્ય સરકારે દરખાસ્ત નામંજુર કરી હતી. જેની જાણ પત્ર મારફતે કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, કોર્ટે તમામ દલીલોને એફિડેવીટ સ્વરૂપે રજુ કરવા પાલિકાને આદેશ કર્યો છે. સાથે જ યુસુફ પઠાણના વકીલને ટકોર કરતા જણાવ્યું છે કે, તમને પ્લોટ એલોટ થયો જ નથી એવા કિસ્સામાં તમે બાઉન્ટ્રી વોલ પણ ન બનાવી શકો. હાલ આ મામલે વધુ સુનવણી 3, જુલાઇના રોજ નિર્ધારિત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.