ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના વિરુદ્ધમાં અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ જે શબ્દપ્રયોગ કર્યો તેની સામે મોરબી ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી છે. જ્યાં તેમણે ગોપાલ ઈટાલિયાને લાઈવ ડિબેટ માટે આમંત્રીત કરીને કહ્યું હતું કે, ‘રાજકારણમાં તો અમે પણ છીએ છતાં એ ભાન હોવું જોઈએ કે ક્યારે ક્યાં શબ્દનો પ્રયોગ કરાય.
વડાપ્રધાન મોદી આપણા દેશનું ગૌરવ છે. તેમના વિશે અને તેમના માતા હીરાબા વિશે આપ નેતા ગોપાલ ઈટાલીયાએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ શરમજનક છે. હીરાબા ગાંધીવાદી છે અને તે માત્ર પીએમ મોદીના જ નહીં પરંતુ સમગ્ર દેશના માતા છે. છેલ્લા 40 વર્ષથી કાંતિભાઈ હીરાબાને ઓળખે છે. દેશના વડાપ્રધાનના માતા હોવા છતાં હીરાબા એક નાનકડા ઘરમાં રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી તો અમે પણ લડીએ છીએ પણ શું બોલવું તેનું ભાન રાખવું જોઈએ.
ક્યારેય કોઈ વિશે આ પ્રકારે શાબ્દિક પ્રહાર ન કરવો જોઈએ. નરેન્દ્ર મોદીનો જન્મ ભારતના વિકાસ માટે થયો છે. તેના વિષે અણછાજતું બોલાવનો હક ગોપાલ ઈટાલીયાને કોણે આપ્યો તેવું તેમણે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે ગોપાલ ઈટાલીયાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, ડિબેટમાં મારી સાથે આવ અને પછી જો તને હું જવાબ આપું તેમ મોરબીના પૂર્વધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું.
ધરપકડ બાદ ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીથી સીધા ખોડલધામ ખાતે માઁ ખોડલનાં દર્શન માટે પહોંચ્યા છે. ત્યારે તેમણે રાજકોટ એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યું હતું અને અહીં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્મૃતિ ઇરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે.
તે ગેસના બાટલા માથે લઈ નાચતા હતા, એ વીડિયો પણ તેણે પોસ્ટ કરવા જોઈએ. ત્યારે કાંતિભાઈએ પણ તેને ખુલ્લી ચેલેન્જ આપી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.