Home ગુજરાત પૂરગ્રસ્ત વડોદરાના કમાટીબાગ ઝૂ માં પૂરના પાણી ફરી વળ્યા બાદ ત્રણથી વધુ...

પૂરગ્રસ્ત વડોદરાના કમાટીબાગ ઝૂ માં પૂરના પાણી ફરી વળ્યા બાદ ત્રણથી વધુ મૂંગા પ્રાણીઓ ના મોત

15
0

(જી.એન.એસ) તા. 29

વડોદરા,

સૂત્રો દ્વારા મળી રહેલી પ્રાથમિક માહિતી મુજબ, વડોદરામાં આવેલ કમાટીબાગ ઝૂ માં વરસાદી પૂરના પાણી ફરી વળ્યા બાદ 3 થી વધુ મુંગા પશુઓના મોત થયા હોય તેમ જાણવા મળ્યું હતું, મૃત પશુઓ હરણ અથવા નીલગાયમાંથી એક હોવાનું અનુમાન છે. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાં વિતેલા ત્રણ દિવસથી પૂરની સ્થિતી છે. નદીનું જળસ્તર વધતા જ તમામને તે અંગે સાવચેત કરી દેવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીને અડીને જ શહેરનું જુનુ અને જાણીતું કમાટીબાગ ઝૂ આવેલું છે. આ ઝૂમાં અસંખ્યા પ્રાણીઓ છે. નદીનું જળસ્તર વધતા જ ઝૂમાં પણ પાણી આવવાની શક્યતાઓ હતી. જેને લઇને ઝૂ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ દાવાઓ આજે નિષ્ફળ સાબિત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે વિરામ લેતા હવે શહેરમાંથી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે. જે બાદ કમાટીબાગ ઝૂમાં મુંગા પશુ હરણના મોત થયા હોવાનું સામે આવવા પામ્યું છે. 3 થી વધુ હરણ અથવા નીલગાય પૈકી એકના મૃતદેહને તેમના જ પિંજરામાં ઝાડની ડાળખીઓ વડે ઢાંકીને રાખવામાં આવ્યા છે. જે પશુઓને પાણીથી બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તે થઇ શક્યો ન હતો.

વડોદરામાં કમાટીબાગ મુંગા પશુઓના મૃતદેહનો મામલો સપાટી પર આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સઘન પગલાં લેવાની શરૂઆત આજથી જ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર ચોક્કસથી સૌ કોઇની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆર્થિક બાબતોના વિભાગે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન રૂલ્સ (SCRR), 1956માં સુધારો કર્યો છે, જે જાહેર ભારતીય કંપનીઓ દ્વારા GIFT IFSCના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર સિક્યોરિટીઝની સીધી સૂચિબદ્ધ કરવાની સુવિધા આપશે
Next articleભારતીય સેનામાં રહીને પાકિસ્તાન માટે જાસુસી કરતો વ્યક્તિને NIA કોર્ટે દોષિત ઠેરવી ફટકારી સજા