Home મનોરંજન - Entertainment પુસ્તકો પરથી ફિલ્મ બની છે તે મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર રહી...

પુસ્તકો પરથી ફિલ્મ બની છે તે મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર રહી છે સફળ

42
0

ભારતીય ફિલ્મ મેકર્સ ખ્યાતનામ લેખકોની બૂક્સ પર અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે અને પુસ્તકો પરથી બનેલી મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ ટ્રેન્ડની શરૂઆત બેસ્ટ સેલર લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘બ્લેક ફ્રાઈડેઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ ધ બોમ્બે બોમ્બ બ્લાસ્ટ્સ’ પરથી બે દાયકા અગાઉ બનેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી થઈ હતી અને આજે પણ આ ફિલ્મ ક્રિટીક્સના લિસ્ટમાં ટોપ પર છે.

આ સાથે જ, યંગસ્ટર્સના ફેવરેટ એવા ચેતન ભગત ઉપરાંત, હરિન્દર સિક્કા, સચિન કુંડલકર, અનુજા ચૌહાણ જેવા લેખકોના વિવિધ વિષયો પર લખાયેલ પુસ્તકો પર ફિલ્મો બની ચૂકી છે. આજના યંગસ્ટર્સ ડિજિટલ ટેક્નોલોજી તરફ વળ્યા છે અને ધીરે-ધીરે પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે. સારા અને ઈન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ પર લખાયેલ પુસ્તકોને પોતાની શૈલીમાં મોટા પડદે રજૂ કરવા માટે ફિલ્મ મેકર્સ હંમેશા ઉત્સુક હોય છે.

લેખકો અને ડિરેક્ટર્સ આવા પુસ્તકો લઈને પ્રોડ્યુસર્સ પાસે પહોંચે છે અને તેમને તેની પરથી ફિલ્મ બનાવવા માટે મનાવે છે. એક ફિલ્મના મેકિંગ અને તેની રિલીઝ ઉપરાંત, પુસ્તકના રાઈટ્સ ખરીદવા માટે લેખકોને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે અને પ્રોડ્યુસર્સ પણ હસી ખુશીથી કરોડો રૂપિયા ચૂકવી પુસ્તકની સ્ટોરી પર ફિલ્મ બનાવે છે.

બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો, આલિયાની લાસ્ટ રિલીઝ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (મુંબઈ માફિયા ક્વીન્સ) પરથી તૈયાર થઈ હતી. આ ઉપરાંત, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, ‘પોનીયિન સેલવાન’, ‘રાઝી’ (કૉલિંગ સેહમત) જેવી ફિલ્મો પુસ્તકના સ્ક્રિન રૂપાંતરણના બેસ્ટ ઉદાહરણ છે.

ચેતન ભગતની નોવેલ પરથી ‘2 સ્ટેટ્સઃ ધ સ્ટોરી ઓફ માય મેરેજ’ (2 સ્ટેટ્સ), ‘3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ (કાઈ પો ચે!), ‘ફાઈવ પોઈન્ટ સમવન’ જેવી ફિલ્મોએ ઓડિયન્સને એન્ટરટેઈન કર્યા છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ઉપરાંત, 3 ઈડિયટ્સ, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘દેવદાસ’, ‘પરિણીતા’, ‘પિંજર’, ‘ ધ ઝોયા ફેક્ટર’ જેવી ખ્યાતનામ ફિલ્મો પાછળ સફળ લેખકના સફળ પુસ્તકો જ છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમને ફિમેલ લૂકમાં જોઈને તો મારી પુત્રી ડરી ગઈ હતી : નવાઝુદ્દીન સિદ્દીકી
Next articleફિક્શનલ રાઈટિંગ શીખવા ટ્વિન્કલ ખન્ના પહોંચી ઈંગ્લેન્ડ