Home અન્ય રાજ્ય પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ, 15 શ્રદ્ધાળુઓ દાઝી...

પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ, 15 શ્રદ્ધાળુઓ દાઝી ગયા

34
0

(જી.એન.એસ) તા. 30

પુરી,

ઓડિશામાં પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથનીચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની ઘટનામાં 15 શ્રદ્ધાળુઓ પણ દાઝી ગયા હતા, જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભગવાન જગન્નાથની ચંદન યાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નરેન્દ્ર પુષ્કરિણી સરોવર ખાતે ચંદન યાત્રા પર્વ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા  ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક તણખો ફટાકડાના ઢગલામાં પડી ગયો હતો. જેના કારણે વિસ્ફોટ થયો હતો.  સળગતા ફટાકડા લોકો પર પડવા લાગ્યા જેના કારણે ઘણા લોકો પોતાને બચાવવા માટે જળાશયમાં કૂદી પડ્યા. આ વિસ્ફોટમાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા. ઇજાગ્રસ્ત થયેલ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પુરીમાં બનેલ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું અને કહ્યું કે, “પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુષ્કરિણી દેવી ઘાટ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચારથી તેઓ દુઃખી થયા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું ઘાયલ થયેલા લોકો જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.”

મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેઓ ઘાયલ પરિવારના સભ્યો સાથે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા. પુરીના એસપી પિનાક મિશ્રાએ કહ્યું છે કે આવી ઘટના ચંદન યાત્રા દરમિયાન બની હતી. ગંભીર રીતે ઘાયલોને કટક ખસેડવામાં આવ્યા છે. લોકોને સારી સારવાર મળે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ઘટનાની તપાસ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ટીપી અધિકારી એમ ડી સાગઠીયા અને ફાયર અધિકારી બી.જે. ઠેબા ના ઘરે એસીબીના દરોડા
Next articleવૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી