Home અન્ય રાજ્ય પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં મોટી દુર્ઘટના સર્જાઇ

પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં મોટી દુર્ઘટના સર્જાઇ

23
0

(જી.એન.એસ) તા. 10

પુરી,

ઓડિશાના પુરીમાં ચાલી રહેલી આખા વિશ્વમાં પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી જેમાં, રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની હતી, જેમાં આઠ સેવકો પણ ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી હતી તેમ જાણવા મળ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.

આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાનના નાણાંમંત્રી દિયા કુમારીએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024 – 25 નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ  કર્યું
Next articleભારતીય કારીગરોને ટેકો આપો, અને રમકડાં દ્વારા સર્જનાત્મકતા અને કલ્પનાને પોષો જે સમગ્ર વિશ્વમાં બાળકોને પ્રેરણા આપે છે અને શિક્ષિત કરે છે: શ્રી જિતિન પ્રસાદ