(GNS),26
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં થઈ રહી છે. બલૂચિસ્તાનની આઝાદીના સમર્થકોએ માનવ અધિકાર પરિષદની ઓફિસની બહાર પોસ્ટર અને બેનરો લગાવ્યા છે અને પાકિસ્તાની સેનાનો વિરોધ કરી રહ્યા છે. બલૂચ વોઈસ એસોસિએશનના પ્રમુખ મુનીર મેંગલે કહ્યું, ‘અમારા અહીં ભેગા થવાનો હેતુ બલુચિસ્તાન તરફ સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન દોરવાનો છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે અને દરરોજ આપણને સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળે છે કે ત્યાં લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાની સેના દ્વારા જે લોકોનું અપહરણ કરવામાં આવે છે, તેમના મૃતદેહોના ટુકડા જુદા જુદા વિસ્તારોમાંથી મળે છે.
તમને જણાવી દઈએ કે બલૂચિસ્તાનની આઝાદીના સમર્થકો જીનીવામાં માનવ અધિકાર પરિષદની ઓફિસની બહાર ત્રણ દિવસીય ફોટો પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે. આ ફોટો એક્ઝિબિશન દ્વારા બલૂચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને બતાવવામાં આવ્યું છે. માનવ અધિકાર પરિષદની બેઠકમાં ઘણા જૂથો અને સામાજિક સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું કે ભારતીય બંધારણમાં ખાસ કરીને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભાષાકીય લઘુમતીઓના રક્ષણ માટે જોગવાઈઓ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં ભારતીય એનજીઓએ પણ મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા તરફ દેશમાં થઈ રહેલા કાર્યો વિશે માહિતી આપી હતી. ભારતીય પ્રતિનિધિમંડળમાં કાશ્મીરી કાર્યકર્તા જાવેદ બેગ પણ સામેલ છે. જાવેદ બેગે માનવ અધિકાર પરિષદની બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું અને પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેમાં વંશીય લઘુમતીઓ, ખાસ કરીને શિયા મુસ્લિમો પર થતા અત્યાચારો વિશે પણ વિશ્વને જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.