Home દુનિયા - WORLD પીએમ મોદી 2022માં પ્રથમ વખત જશે વિદેશ પ્રવાસે

પીએમ મોદી 2022માં પ્રથમ વખત જશે વિદેશ પ્રવાસે

80
0

(જી.એન.એસ),તા.૨૭
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે. 2022માં વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે તેમ વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે. બર્લિનમાં, પીએમ મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને નેતાઓ ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની (IGC) 6ઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે.ત્યારબાદ પીએમ મોદી ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર કોપનહેગન જશે. જ્યાં તેઓ ડેનમાર્ક દ્વારા આયોજિત 2જી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. 4 મેના રોજ પરત ફરતી વખતે PM પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 19 લાખ કરોડ રૂપિયાનું બજારમૂલ્ય પાર કરનાર પ્રથમ ભારતીય કંપની બનીને રચ્યો ઈતિહાસ
Next articleભીડવાળી ટ્રેનમાંથી પડી જવાથી ઘાયલ મુસાફરને વળતર રેલ્વેએ ચૂકવવું પડશે : બોમ્બે હાઈકોર્ટનો આદેશ