વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી રાજ્ય કર્ણાટકના પ્રવાસે. અહીં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગઢ ગણાતા કલબુર્ગી અને યાદગીર જિલ્લામાં સિંચાઈ, પીવાના પાણી અને માર્ગ વિકાસ સાથે સંબંધિત રૂ. 10,800 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ ઉત્તર કર્ણાટકના યાદગીરમાં જળ જીવન મિશન હેઠળ બહુ-ગામ પીવાના પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કર્યો. તે પછી તેઓ કલાબુર્ગી જિલ્લામાં માલખેડ પહોંચશે, જ્યાં તેઓ નવા જાહેર કરાયેલા મહેસૂલ ગામોના પાત્ર લાભાર્થીઓને ટાઇટલ ડીડ (હક્કુ પત્ર)નું વિતરણ કરશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
આ મહિનામાં પીએમ મોદીની કર્ણાટકની આ બીજી મુલાકાત હશે. આ પહેલા તેઓ રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટન માટે હુબલ્લી આવ્યા હતા અને આ દરમિયાન રોડ શો પણ કર્યો હતો. કર્ણાટકમાં આવતા સુરત-ચેન્નાઈ ઈકોનોમિક કોરિડોરના ભાગ પર આજે કામ શરૂ થઈ ગયું છે. આ સાથે યાદગીર, રાયચુર અને કલબુર્ગી સહિત સમગ્ર પ્રદેશમાં ‘ઇઝ ઓફ ડુઇંગ’ પણ વધશે અને રોજગારીને વેગ મળશે. વિકાસની આ તમામ યોજનાઓ માટે કર્ણાટકની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- મિત્રો, તમારા આશીર્વાદ અમારી તાકાત છે! યાદગીરીનો એક મહાન ઇતિહાસ છે, અને તેમાં અદ્ભુત સ્મારકો અને સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ છે.
આ સ્થાન પર રાજા વેંકટપ્પા નાયકના મહાન શાસને ઇતિહાસમાં એક અદ્ભુત છાપ છોડી છે. યાદગીરીની ઐતિહાસિક અને વારસાગત ભૂમિને હું નમન કરું છું. પીએમ મોદીએ કર્ણાટકને 10 હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી. યાદગીરમાં કોડેકલ ખાતે સિંચાઈ, પીવાના પાણી અને અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. સિંચાઈ યોજનાથી 3 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. બીજી તરફ પીવાના પાણીની યોજના થકી 2 લાખ 30 હજાર ઘરોમાં પીવાનું પાણી પહોંચશે. આ ઉપરાંત PMએ સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ બનવા માટે હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.