(જી.એને.એસ), તા.૧૦
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલે સોમવારે પોતાની ચાર દિવસની મુસાફરી કરવા ભારત આવી પહોંચ્યા છે. ભારત પહોંચ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન માટે હૈદરાબાદ હાઉસમાં ખાસ પ્રકારના લંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના માટે શુદ્ધ શાકાહારી લંચ બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર્ટર, સૂપ, કબાબ અને મેઈન કોર્સ સહિત ત્રણ ડેઝર્ટ મળીને કુલ 15 વાનગીઓ પીરસવામાં આવી હતી. જોકે, ખાવાની શરૂઆતમાં એક વાનગી ખાઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભઈ વાહ બોલી ઉઠ્યા હતા. તેમને ભારતની ચટપટી સ્ટ્રીટ ફૂડ પાણીપુરી ખવડાવવામાં આવી હતી. તેની સાથે બ્રોકલી વોલનટ સૂપ અને બે પ્રકારના કબાબ રાજમા ગુલાટી કબાબ અને પાલક ચુકંદર શીખ કબાબ પણ પીરસાયા હતા.
મુખ્ય ભોજનમાં મખાના મલાઈ અખરોટ કોફ્તા, અરબી મુસલ્લમ, મટર નજાકત, દાલ પંચ નિજામ, તંદુર ચાપ પુલાવ અને મિશ્રિત ભારતીય રોટી સામેલ હતા. લંચમાં મીઠાઈ અને ફળની વ્યવસ્થા કરી હતી. ડેઝર્ટમાં સૌથી પહેલા કુલ્ફી ફાલુદા હતુ, જે કેસર પિસ્તા કુલ્ફી, મિલ્ક, ડ્રાય ફ્રુટ્સ અને ગુલાબ જળથી તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડેઝર્ટમા કરારી જલેબી પણ હતી. ટ્વિટર પર અરવિંદ મટ્ટુએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના લંચના મેનુનો ફોટો ટ્વિટ કર્યો છે.
સોમવારે ભારત પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગને વધારો આપનારા એક કરાર સહિત કુલ છ કરાર પર હસ્તાક્ષર કરાયા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.