પીએમ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે હતા ત્યારે અમરેલીથી પધારેલા ડો. ભરત કાનાબારને મળવાનું ભૂલ્યા ન હતા. પીએમ મોદીએ તેમના જૂના મિત્ર અને સાથી કાર્યકર એવા ડો. ભરત કાનાબારને સંબોધીને કહ્યું હતું કે, કેમ ડોકટર તબિયત પાણી સારાને ? તેમ કહી ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રથમવાર નહીં આ પહેલા પણ પીએમ મોદી સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ ડો. ભરત કાનાબારનું ઉદાહરણ આપી ચૂક્યા છે.
પી.એમ.નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હતો જેમાં ભાવનગર વિવિધ યોજનાના લોકાર્પણ પ્રસંગમાં નરેન્દ્ર મોદી આવી રહ્યા હતા તેવા સમયે મોદીને મળવા માટે લોકો લાઇનમાં ઉભા હતા. નરેન્દ્ર મોદી વચ્ચેથી બે હાથ જોડી ચાલતા નીકળ્યા હતા અગેવાનો બે હાથ જોડી આવકારતા હતા. આ વચ્ચે ડો.ભરત કાનાબાર દેખાયા ત્યારે મોદી ઉભા રહ્યા અને બોલ્યા”કેમ ડોકટર,તબિયત પાણી સારા”કહી ડો.ભરત કાનાબાર સામે હસીને ખભો થાબડતા જોવા મળ્યા જ્યારે આ પહેલી વખત નથી ડોકટર ભરત કાનાબાર જ્યારે તેમની સામે આવે છે
ત્યારે આ પ્રકારની તેમની બોલવાની રીત અને ખભો થાબડતા આવે છે. અમરેલીના ડો.ભરત કાનાબાર અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે. તેમની કામગીરી અને કાર્યપધ્ધતિ નરેન્દ્ર મોદી સારી રીતે વર્ષોથી જાણે છે જેના કારણે પણ નરેન્દ્ર મોદીને ડો.ભરત કાનાબાર ઉપર અતૂટ વિશ્વાસ અને પ્રેમ છે તે હકીકત છે.
અગાઉ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વચ્ચે નરેન્દ્ર મોદીની બેઠક મળી હતી. જેમા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી સરકારે કરેલા કામો યોજના લોકો સુધી પોહચાડો વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ડોકટર ભરત કાનાબાર પાસેથી શીખવા માટેનું ઉદાહરણ આપ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.