Home અન્ય રાજ્ય પીએમ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા

પીએમ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા

13
0

(જી.એન.એસ),તા.28

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી જન ધન યોજના એટલે કે PMJDY ને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધી કેટલાં ખાતાં ખોલવામાં આવ્યાં છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા એક દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2 લાખ, 31 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.  વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે – આજે આપણે એક ખાસ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ – #10YearsOfJanDhan. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામને અભિનંદન. તેમણે લખ્યું- જન ધન યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તે કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સન્માન આપવા માટે સક્ષમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરી હતી. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા દસ વર્ષથી આ યોજનામાં જોડાવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે વિશ્વનો સૌથી મોટો નાણાકીય સમાવેશ કાર્યક્રમ બની ગયો છે. આમાં 2.3 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. આ એક એવું બેંક એકાઉન્ટ છે, જેમાં કોઈ જ પ્રકારના મિનિમમ બેલેન્સની જરૂર નથી.  સરકારે કહ્યું છે કે 53 કરોડથી વધુ ખાતામાંથી 55.6 ટકા ખાતા મહિલાઓના છે. એટલે કે આ એકાઉન્ટમાં જોડાનારા લોકોની સંખ્યા પુરૂષો કરતાં મહિલાઓની વધુ છે. જ્યારે, શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના ખાતાધારકોની સંખ્યા વધુ છે. 53 કરોડ લોકોમાંથી લગભગ 35 કરોડ લોકો ગામડાઓ અને નાના શહેરોના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યા છે આત્મારામ તુકારામ ભિડે?
Next articleભારતીય સેના પાસે આવી રહ્યું ખાસ યંત્ર Sonobuoys