Home ગુજરાત પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ...

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરાઈ

31
0

(જી.એન.એસ),તા.૧૪

ગાંધીનગર,

પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી આધાર સીડીંગ,અને લેન્ડ સીડીગ ફરજીયાત કરાઈ છે. જેથી જે લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળ્યો ન હોય તેવા લાભાર્થીઓને 15મા અને આગામી હપ્તાઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે.

સરકારશ્રી દ્વારા તા. ૧૨ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે રાષ્ટ્રવ્યાપી “eKYC”  માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. જેવી કે, ગ્રામ્ય કક્ષાએ CCE,તલાટી, ગ્રામસેવકશ્રી, તાલુકા પંચાયત  કક્ષાએ TLE, અને જરૂર જણાયે જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો રૂબરૂ સમર્ક કરવા વિનંતી છે  તેમજ PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીનો ઉપયોગ કરી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. આ ઉપરાંત જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેમણે આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે તેમ  જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field