Home ગુજરાત પીએફ ઓફિસના કર્મચારીઓના ટીડીએસના રૂ. ૩૬.૩૪ લાખ ચાંઉ

પીએફ ઓફિસના કર્મચારીઓના ટીડીએસના રૂ. ૩૬.૩૪ લાખ ચાંઉ

301
0

ખાનગી એજન્સીએ ઈન્કમટેક્ષમાં જમા નહીં કરાવતા મામલો સામે આવ્યા
(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૧
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ કર્મચારી ભવિષ્યનિધી સંગઠનની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓના ટીડીએસની રકમની રૂ. ૩૬.૩૪ લાખની ઉચાપત થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અધિકારીઓના ૭૦.૯૬ લાખની ટીડીએસની રકમ પૈકી રૂ.૩૬.૩૪ લાખ રૂપિયા એક ખાનગી એજન્સીએ ઇન્કમટેક્સમાં જમા નહીં કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
ચાંદખેડા વિસ્તારમાં આવેલ અચલ રેસિડન્સીમાં રહેતા અનેમણિનગરમાં કર્મચારી ભવિષ્યનિધી સંગઠનમાં સહાયક ભવિષ્યનિધી કમિશનર તરીકે ફરજ બજાવતા ચંદ્રપ્રકાશ માથુરે મણિનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. તા.રપ જુલાઇ, ર૦૧૭ના રોજ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના રિજિયોનલ પી.એફ. કમિશનર પ્રવીણ ગઢવાલે વર્ષ ર૦૦૯થી ર૦૧પ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન અને ટીડીએસ બાબતે તપાસ કરવા કહ્યું હતું.
લાખો રૂપિયાની ઉચાપતના મામલે કર્મચારી ભવિષ્યનિધી સંગઠન દ્વારા એક ખાસ ટીમ બનાવાઇ હતી, જેમાં અભિલાષ નાયરની ઇન્ક્‌વાયરી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટુરેક ઇન્ફો સોલ્યુશન પ્રા. લિ.ના ડાયરેક્ટર તૃપન મફતલાલ શાહ (રહે. બી/પ૮, મંગલમ્‌ સોસાયટી, ઇસનપુર)ને તા.પ-પ-ર૦૦૬ના રોજ ઇન્કમટેક્સ ખાતે આવેલી ભવિષ્યનિધિની વડી કચેરીના આસિસ્ટન્ટ પી.એફ. કમિશનર આર.ડી.દવેએ શરતોના આધારે એજન્સી આપી હતી, જેના આધારે મણિનગરના સત્યમ ટાવરમાં આવેલી કર્મચારી ભવિષ્યનિધી સંગઠનના કર્મચારીઓના ટીડીએસના ચેક ઇન્કમટેક્સના નામે ટુરેક ઇન્ફોસોલ્યુશનને આપ્યા હતા.
વીરલે તમામ સરકારી કર્મચારીઓના ટીડીએસના રૂપિયા તૃપન મફતલાલ શાહની કંપની ટુરેક ઇન્ફો સોલ્યુશન પ્રા. લિ.ના ખાતામાં જમા કરાવતો હતો ત્યારે વીરલે સંગઠનની ઓફિસના કર્મચારીને પણ રૂપિયાની લાલચ આપી હતી. ચેક વટાવવાને રૂપિયા લાવવા માટે બેથી ત્રણ હજાર રૂપિયા કર્મચારીને આપતા હતા. સાત વર્ષમાં કર્મચારી ભવિષ્યનિધી સંગઠનની ઓફિસમાંથી ટુરેક ઇન્ફો સોલ્યુશનના નામે કુલ ૭૦.૯૬ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા છે, જેમાં ૩૬.૬૧ લાખ ઇન્કમટેક્સમાં જમા કરાવવામાં આવ્યા છે જ્યારે ૩૬.૩૪ લાખ રૂપિયાની ઉચાપત કરી છે. હાલ મણિનગર પોલીસ સરકારી કર્મચારીઓના રૂપિયાની ઉચાપત કરનાર તૃપન શાહ અને કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના પૂર્વ કર્મચારી વીરલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field