Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની દિલ્હીના શાહીનબાગથી કરી ધરપકડ

પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની દિલ્હીના શાહીનબાગથી કરી ધરપકડ

44
0

દિલ્હીના શાહીનબાગથી પીએફઆઈ સાથે જોડાયેલી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મહિલાનું નામ શાહીન કૌસર છે. ઉલ્લેખનીય છે કે, શાહીન કૌસર વિધાન પરિષદની ચૂંટણી લડી ચૂક્યાં છે અને હવે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. તે પહેલાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે શાહીન કૌસર નામની મહિલાની ધરપકડ કરી છે. શાહીન કૌસર પી.એફ.આઈની સ્ટુડન્ટ વિંગ / યુથ વિંગ સાથે જોડાયેલી છે.

દિલ્હીના શાહીનબાગથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીમાં આયોજિત (સી.એ.એ- એન.સી.આર)ના મામલે શાહીન કૌસર ચર્ચામાં રહ્યા હતા. હાલ અમ્મા ફાઉન્ડેશનની પ્રમુખ શાહીન કૌસરની પૂછપરછ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એક તરફ પી.એફ.આઈ સામે કડક પગલાં રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં પી.એફ.આઈ સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી (એન.આઈ.એ) અને ઇડીએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે.

સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી (આઈ.બી) અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલાંક રાજ્યોમાંથી પોલીસે પી.એફ.આઈ કેડર્સની અટકાયત કરી છે. 6 વાગ્યા સુધીમાં 170થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field