Home ગુજરાત પિતાએ પ્રેમીને ઠપકો આપતા પુત્રીએ આપઘાતનો કર્યો ર્નિણય, ૧૮૧ અભયમની ટીમે બચાવી

પિતાએ પ્રેમીને ઠપકો આપતા પુત્રીએ આપઘાતનો કર્યો ર્નિણય, ૧૮૧ અભયમની ટીમે બચાવી

31
0

રાજકોટમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતી રાધિકા અને મજૂરી અર્થે શહેરમાં આવેલા મોહનને એકબીજા સાથે પ્રેમ થયો હતો. રાધિકા સોશિયલ મીડિયામાં કોઈ બીજા યુવક સાથે વાતચીત કરતી હોવાની જાણ તેના પ્રેમીને થતા તેને હોસ્ટેલમાં જઈને થપ્પડ મારી હતી.

આ ઘટનાની જાણ યુવતીના માતા-પિતાને થઇ હતી. આથી તેને યુવકને ફોન કરીને ઠપકો આપ્યો હતો. આથી યુવતીએ આપઘાત કરવાનો ર્નિણય કર્યો હતો, પરંતુ ૧૮૧ની ટીમે તેને બચાવી લેતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. યુવતીના માતા-પિતા મજૂરીકામ કરે છે

અને તેને દીકરીને અભ્યાસ માટે રાજકોટ શહેરમાં મોકલી હતી. તે છેલ્લા એક વર્ષથી યુવકના પ્રેમમાં હતી બન્ને એકબીજાને અવારનવાર મળતા પણ હતા. પોતાની પ્રેમિકા બીજા સાથે વાત કરતી હોય તેને તે મળવા માટે હોસ્ટેલ ગયો હતો અને મળવાના બહાને યુવતીને બહાર બોલાવી હતી.

જ્યાં તું શું કામને અન્ય યુવક સાથે વાતચીત કરે છે. તેમ કહીને તેને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. હોસ્ટેલ સંચાલકોએ આ વાતની જાણ યુવતીના માતા-પિતાને કરી હતી. તેને યુવકને ફોન કરીને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લગાડીને યુવતીએ પોતાના માતા-પિતાને ફોન કરીને કહ્યું,

હવે તમને મારા મરવાના સમાચાર મળશે. યુવતીના માતા-પિતા બહારગામ રહેતા હોય તેને ૧૮૧ ટીમનેજાણ કરી હતી. ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન ૧૮૧ની ટીમ યુવતીના માતા સાથે સંપર્કમાં હતી. બે કલાક સુધી યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેને પોતાની ભૂલ સમજાઈ હતી. જ્યારે યુવકને પોતાની ભૂલ પર પસ્તાવો થયો. યુવકે એવો હક્ક જતાવ્યો હતો કે, રાધિકા તેની પ્રેમિકા છે.

તેના પર સંપૂર્ણપણે હક્ક તેનો છે. આથી ૧૮૧ની ટીમે તેને સમજાવ્યું હાલ તેના લગ્ન થયા નથી અને તેના માતા-પિતા હયાત છે. (નોંધઃ યુવક યુવતીના નામ બદલાવ્યા છે) ઘટના હોસ્ટેલમાં બની હોવાને કારણે હોસ્ટેલ સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટેની ખાતરી આપી હતી. ૧૮૧ની ટીમે જણાવ્યું હતું કે, યુવતીના માતા પર આ પ્રકરણની કોઈ ગંભીર અસર ન આવે તે માટે તે સતત તેની સાથે ટેલિફોનિક સંપર્કમાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેમદાવાદના રૂ. ૨.૮૦ લાખના લોખંડના એડેપ્ટરોની ચોરી કરી ભાગેલા ૪ તસ્કરો ઝડપાયા
Next articleજીએસટીએ ગુજરાત રાજ્યમાં પ્રથવાર સુરતમાં એકસાથે ૨૦થી વધુ કેસ તૈયાર કર્યા