(જી.એન.એસ) તા. 17
પંચમહાલ,
પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં તીર્થકારોની મૂર્તિઓ લાગેલી હતી. વિકાસ કાર્યને લઈ પગથિયા અને પગથિયાનો સેડ હટાવાયો હતો. મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડીરાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા. હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી છે. જૈન સમાજે મૂર્તિઓ પુન: સ્થાપિત કરવા માગ કરી છે. સાથે જ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
જૈન ધર્મની મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે તપાસના આદેશો આપી દેવાયા છે.
પંચમહાલના પાવાગઢ ખાતે થઈ રહેલા કામગીરીને કારણે જૈન પ્રતિમાઓ ખંડિત થઈ હતી. આ બનાવ બાદ, ગુજરાતમાં જૈન સમાજની લાગણી દુભાઈ હતી. આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, પાવાગઢમાં જૈન પ્રતિમાઓ પુનસ્થાપિત કરવામાં આવી રહી છે, અને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે પંચમહાલના જિલ્લા પોલીસ વડાને આદેશ આપવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.