Home ગુજરાત પાલ વિસ્તારમાં વિવાન્તા મોલ પાસે મણિભદ્ર રેસીડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં...

પાલ વિસ્તારમાં વિવાન્તા મોલ પાસે મણિભદ્ર રેસીડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં મળી આવ્યું

25
0

(જી.એન.એસ) તા. 19

સુરત,

સુરતમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે જેમાં ના પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસીડેન્સી નજીક પશનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાથી જૈન સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું હતું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે. આ પશુ કાળા રંગની ભેંસ અથવા ગાય પણ હોઈ શકે. તેમણે કહ્યું કે જ્યાં અહિંસાવાદી અને જૈન સમાજના લોકો રહે છે ત્યાં અડધી રાતે પશુનું કપાયેલું ધડ મૂકી જવા પાછળનું કારણ શું હોઈ શકે ?

આ ઘટના બાબતે સુરતના ડીસીપી રાકેશ બારોટે કહ્યું હતું કે, અડાજણ પોલીસને કોઈ વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈક મૂંગા પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે. ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કોઈ પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે.જેમાં ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી. એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ બાદ કયા પ્રાણીનું ધડ છે તે સ્પષ્ટ થઈ શકશે. તેમણે કહ્યું કે વેટરનિટી અધિકારીને પણ સ્થળ પર બોલાવી તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

મહારાજ સાહેબે કહ્યું કે છેલ્લા અઠવાડિયાથી જૈન સમાજ એક એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. એક સાધ્વીજીને પટ્ટે પટ્ટે મારવામાં આવે, આચાર્ય ભગવતજીને ટ્રક નીચે કચડી નાખવામાં આવે, ભગવાનની પ્રતિમાને ટુકડા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ પાલ નહિ પરંતુ પાલીતાણા છે, જ્યાં સંતો વિચરણ કરે છે. આ એક બદઇરાદો છે. જાણી જોઈને કોઈ સંપ્રદાય અને ધર્મને હાની પહોંચાડવાનો આ પ્રયાસ છે જે કોઈપણ વ્યક્તિ બદ ઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેની સામે કડક થી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે અંદર જવા કરતાં ઉપર જવું અમને યોગ્ય લાગશે. આ મામલે તંત્ર વહેલી તકે નિર્ણય કરે. આ કોઈ ભેંસ કે ગાયના નહીં પરંતુ આર્ય સંસ્કૃતિનું ગળું કપાયું છે. અલગ અલગ સમાજમાં ઘટનાને લઈ રોષ છે. ઘટનાને લઈ હિન્દુ સંગઠન અને અન્ય સમાજના લોકોનું પણ સમર્થન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાલીઓ માટે સારા સમાચાર, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હડતાળ સમેટાઈ
Next articleવડોદરાના નંદેસરીમાં એક પિતા પુત્રની જોડીના ત્રાસથી લોકો કંટાળ્યા