Home ગુજરાત પાલિતાણાની ઘટનાના વિરોધમાં જામનગર જૈન સમાજની આક્રોશભેર બાઈક રેલી યોજાઇ

પાલિતાણાની ઘટનાના વિરોધમાં જામનગર જૈન સમાજની આક્રોશભેર બાઈક રેલી યોજાઇ

23
0

પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહિશાળામાં તોડફોડના બનાવને લઈને સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેના અનુસંધાને જામનગરમાં સમસ્ત જૈન સમાજમાં પણ રોષ ભભૂક્યો છે, અને સવારથી બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી આક્રોશભેર બાઇક રેલી યોજવામાં આવી હતી, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે. જામનગરના ચાંદી બજારમાં જ્યોતિ- વિનોદ જૈન ઉપાશ્રયમાં સમસ્ત જૈન સમાજના વિવિધ ફિરકાઓના જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો,, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટી, જૈન સંસ્થાના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપ- મહિલા મંડળ તેમજ જૈન શૈક્ષણિક સંસ્થાના આગેવાનોની પરમદીને તાકીદની બેઠક યોજાઇ હતી.

જેમાં પાલિતાણાની ઘટનાના સંદર્ભે રોષ પ્રકટ કરવામાં આવ્યો હતો, અને આ બનાવને વખોડી કાઢવા માટે ભારતના પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રી, ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જામનગરના જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું, તેમજ શહેર જિલ્લાના દરેક જૈન સમાજના લોકો પોતાના વેપાર ધંધા બપોર સુધી બંધ રખાયા હતા. આ ઉપરાંત જૈન શાસન સુરક્ષા યુવા સમિતિના પ્રમુખ નિલેશભાઈ કગથરા તેમજ સેક્રેટરી ભરતભાઈ વસાની આગેવાનીમાં સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ- હોદ્દેદારો- જુદી જુદી સંસ્થાના આગેવાનો વગેરે બાઈક સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા. અને શહેરભરમાંથી આક્રોશભેર બાઈક કરેલી કાઢવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યું. જામનગરના શેઠજી દેરાસરથી રેલી નો પ્રારંભ થયો હતો, જે ચાંદી બજા૨, માંડવી ટાવર, સેન્ટ્રલ બે રોડ, હવાઈ ચોક, ભંગાર બજાર, થઈ પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, ટાઉનહોલ, અંબર સિનેમા, જી.જી હોસ્પિટલ, ડીકેવી સર્કલ, વિરલબાગ, જોગર્સ પાર્ક થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી, જયાં આવેદન પત્ર સુપ્રત કરી ને પાલીતાણા ની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરા-અમરાપૂર પાસે બસ પલટી જતાં અકસ્માત, મોટી જાનહાની ટળી, 21 ઇજાગ્રસ્ત થયા
Next articleગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રિલ યોજાઈ, ધારાસભ્ય રીટાબેન પણ રહ્યા હાજર