Home ગુજરાત પાલનપુરમાં એક સાથે 400 પોપટના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

પાલનપુરમાં એક સાથે 400 પોપટના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

422
0

(જી.એન.એસ), તા.૬
પાલનપુરમાં ગઇકાલે મોડી સાંજે એકાએક પવન અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ ચાલુ થઇ ગયો હતો. વાવાઝોડામાં એક વ્યક્તિનું મોત અને 15થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ બધાની વચ્ચે સૌથી
ચોંકાવનારી વાત તો એ છે કે વાવાઝોડામાં એક સાથે 400 પોપટના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પાલનપુરમાં ભારે પવનથી કોઝી વિસ્તારમાં છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત થયું હતું. જ્યારે જુદા-જુદા વિસ્તારમાં 12 લોકોને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. રેલવે ઓવરબ્રીજ પાસે
એન્ટ્રીગેટ તૂટી પડ્યો હતો. તેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે વીજવાયરો તુટી પડતાં વીજળી ડુલ થઇ ગઇ હતી. કેટલાંક ગામોમાં તો મકાનના પતરાં પણ ઉડી ગયા હતા.
પાલનપુરમાં મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક ભારે પવન સાથે વાવઝોડુ ફુકાયું હતું. તેના પગલે આકેસણ રોડ ઉપરના ઝાડ તૂટી પડ્યા હતા. જ્યારે હાઇવે ઉપર આવેલી વીજકચેરી નજીક વીજવાયરો પણ તુટી
જતાં સમગ્ર શહેરમાં અંધારપટ છવાઇ ગયો હતો. વરસાદ સાથે કેટલાક વિસ્તારમાં કરા પડયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલનપુર આસપાસ વીસ કિલોમીટર વિસ્તારમાં પલટો આવ્યો છે.
પવન સાથે ભારે વીજળીના ચમકારા અને કડાકાથી ભયભીત માહોલ સર્જાયો હતો. સતત અડધો કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડતાં રોડ ઉપર પાણી વહેવા લાગ્યું હતું. વરસાદના પગલે બદલાયેલા હવામાનથી
લોકોએ ચૈત્ર માસમાં અષાઢી માહોલ અનુભવ્યો હતો.
પાલનપુર ઉપરાંત વડગામ, દાંતામાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે અમીરગઢમાં પવન ફૂંકાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરાઃ ‘કોંગ્રેસ આવે છે’ પોસ્ટર્સ ફાડી નાંખતા વિવાદ, ભાજપ ઉપર કર્યા આક્ષેપ
Next articleમાનવસર્જિત હોનારતો બાદ ઝડપથી બઠો થવાનો વિશ્વના ૧૦૦ શહેરોમાં સુરતનો સમાવેશ