Home ગુજરાત ઉત્તર ગુજરાત પાલનપુરની એક કોલેજમાં મોટાભાઈએ તેનાં નાના ભાઈની હત્યા કરી

પાલનપુરની એક કોલેજમાં મોટાભાઈએ તેનાં નાના ભાઈની હત્યા કરી

39
0
(જી.એન.એસ)તા.૨૭
પાલનપુર,

પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની મોટાભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુપ્તીના દસ ઘા મારીને નાના ભાઈની મોટાભાઈએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો કેસ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની મોટાભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુપ્તીના દસ ઘા મારીને નાના ભાઈની મોટાભાઈએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પાલનપુરમાં ભંગારનો કારોબાર કરતાં યુવક પર ગુપ્તી વડે હુમલો કરીને મોટાભાઈએ મોતને ઘાટ ઉતાર્યો છે. આમ લોહીના સંબંધમાં જ લોહી રેડાયું છે. પોલીસ હવે તેના ભાઈભાભીનીની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેના કબ્જામાં લીધા છે. આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ધોળા દિવસે તીક્ષ્ણ હથિયાર વડે દેવીપૂજક સમાજના યુવક પર જીવલેણ હુમલો કરીને અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટીમાં બપોરના સમયે લારી લઈને ભંગાર લેવા આવેલ પાલનપુરના જનતા નગરમાં રહેતા 35 વર્ષીય દેવીપૂજક સમાજના ઈશ્વર ગોપાલભાઈ પટણી સાથે અન્ય બે દેવીપૂજક સમાજના જ શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. દરમિયાન, એક શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દેવીપુજક યુવક જમીન પર ઢળી પડયો હતો. ભર બપોરે બૂમાબૂમ થતા સોસાયટીના લોકો એકત્ર થયા હતા. એમ્બ્યુલન્સ ને જાણ કરી લોહીલુહાણ હાલતમાં દેવીપૂજક યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ની જાણ થતાં પૂર્વ પોલીસ મથક ની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઠાસરાની શેઢીની નહેરમાં ડૂબી ગયેલા યુવાનનું મૃત્યું
Next articleઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા 35 કોલ સેન્ટરો પર સીબીઆઈની રેડ