(જી.એન.એસ) તા. 17
પાલનપુર,
પાલનપુરમાં હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની એક ચોંકાવનારી ઘટના બની હતી. ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય બાળકનું ગામના ફારુક જમાલ દાવમાં નામના શખ્સે અપરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા ત્યારે બાળકે વિરોધ કરતા અને આરોપી એ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો.
11 વર્ષીય માસૂમ બાળક ખોવાઈ જતાં ટેના માતા પિતા એ શોધખોળ શરૂ કરી હતી જેમાં આ માસુમ બાળક ની લાશ ગામની સીમમાંથી મળી આવતા પરિવાર પર આભફાટ્યા જેવી પરિસ્થિતિ થઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળક ના હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે સૌ પ્રથમ ટોકરીયા ગામના અંદર અલગ અલગ ઈસમો ની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એક વ્યક્તિ ફારૂક જમાલ દાઉમા શકમંદ દેખાતા તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.