Home મધ્ય ગુજરાત અમદાવાદ પાર્સલમાં ફેક પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું તથા મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને...

પાર્સલમાં ફેક પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું તથા મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને 17 લાખની છેતરપિંડી

9
0

(જી.એન.એસ) તા.૨

અમદાવાદ,

ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી  અજાણ્યા શખ્સોએ   કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું હતું. જેની ઈન્ક્વાયરી કરવા માટે આધારકાર્ડ તથા બેન્ક એકાઉન્ટ વેરીફિકેશન કરવાને બહાને દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી હતી. બાદમાં ફરિયાદ કરવાને બહાને HDFC બેન્કના મેનેજર દ્વારા 40 કરોડનું મની લોન્ડરિંગ કરેલ છે જેથી તમને 10 ટકા લેખે કમિશન મેળવ્યું હોવાનું કહીને આ વ્યક્તિને એરેસ્ટ વોરન્ટ તથા એરેસ્ટ સિઝર વોરન્ટ તતા કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ લેટર મોકલ્યા હતા,. ઉપરાંત એઓનલાઈન બેન્ક એકાઉન્ટનું નેરીફાઈ કરીને લિગલાઈઝેશનના અલગ અલગ બહાના હેઠળ રૂ.17,00,000 મેળવી લઈને ડિજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને 3 આરોપીની ધરપકડ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field