Home ગુજરાત પાર્થ પટેલ NEETની પરીક્ષામાં મહીસાગર જિલ્લામાં પ્રથમ નંબર

પાર્થ પટેલ NEETની પરીક્ષામાં મહીસાગર જિલ્લામાં પ્રથમ નંબર

33
0

૨૦૨૨ના ચાલુ વર્ષે નીટની વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થયું છે. ત્યારે મહીસાગરના લુણાવાડા ખાતેની આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો માળિયા ગામનો વતની પટેલ પાર્થ નીટ ની પરીક્ષામાં કુલ ગુણ ૭૨૦માંથી ૫૯૪ ગુણ મેળવી મહીસાગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગોધરા સેન્ટર ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાના કુલ ૨૧૨૬ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.

જેમાંથી મહીસાગર જિલ્લામાં ૫૯૪ ગુણ સાથે પાર્થ પ્રથમ આવ્યો છે. પાર્થ પટેલ લુણાવાડા તાલુકાના માળિયા ગામનો મૂળ વતની છે અને હાલ તે લુણાવાડા શહેરની જયશ્રીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પિતા બાબુભાઇ જે વ્યવસાયે શિક્ષક છે અને માતા મીનાક્ષીબેન પણ શિક્ષકમાં ફરજ બજાવે છે. તેમજ પાર્થની મોટી બહેન અક્ષીતા ૈં્‌ એન્જિનિયર છે જે તમામ હાલ પાર્થના પરિણામથી ખુશ ખુશાલ થઈ ગયા છે.

પાર્થ લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે અભ્યાસ કરે છે અને તે રોજના શાળાના સમય સિવાય ના સમયમાં ૬ થી ૭ કલાક અભ્યાસ કરતો હતો. આખરે તેની તનતોડ મહેનત રંગ લાવી અને તે નીટ ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવ્યો. તેણે શાળા તથા પોતાના પરીવારનો આભાર માન્યો હતો.

વધુમાં પાર્થે જણાવ્યું હતું કે, મારી શાળામાં મને ખુશ સારી રિતે પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવતી હતી અને મારા શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે મને ભણાવતા હતા. મારા ૫૯૪ ગુણ આવ્યા છે જેથી હવે મને સરળતાથી ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજમાં એડમિશન મળી જશે અને આગળ મારે મારે મેડિકલ લાઈનમાં એમડી સુધી અભ્યાસ કરવો છે.

મારા પુત્ર પાર્થને મેં શાળા સિવાય અન્ય કોઈ જગ્યાએ બહાર ટ્યુશન કરાવ્યું નથી. તે લુણાવાડા ખાતે જ ભણીને નીટ ની પરીક્ષામાં ટોપ આવ્યો છે. શાળા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હતું તે અને ઘરે આવી પાર્થ ખૂબ મહેનત કરતો હતો જેનું આજે ફળ મળ્યું છે. તે જિલ્લા પ્રથમ આવ્યો છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે સાથે જ મારો પરિવાર અને મારા સાગા સબંધીઓ પ્રાર્થના પરિણામથી ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાલીયાના એક ગામમાં પાડોશી ડાકણનો વહેમ રાખીને મારવા જતાં અભયમની ટીમ મદદે પહોંચી
Next articleબાવળામાંથી એલસીબીની ટીમે બાતમીનાં આધારે ચોરીનાં બાઇક અને એક્ટિવા સાથે ૧ને ઝડપ્યો