Home ગુજરાત પારડીમાં 400 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતા બહુચરાજીના મંદિરે લોલ રૂપે ગવાતા ગરબાની...

પારડીમાં 400 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતા બહુચરાજીના મંદિરે લોલ રૂપે ગવાતા ગરબાની પરંપરા યથાવત

32
0

વલસાડ જિલ્લાના કિલ્લા પારડીમાં કંસારવાડ ખાતે આવેલા બહુચરા માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવેલી પરંપરા અનુસાર મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. અને રાત્રિ દરમિયાન માતાજીની લોલ રૂપે ગરબા રમવામાં આવે છે. જેમાં પ્રાચીન ગરબા ઓનો સમાવેશ થાય છે. પેઢી દર પેઢીથી ગવાતા પ્રાચીન ગરબાઓ અને કેટલીક પરંપરા ઓને આજની યુવા પેઢી ઓએ પણ જાળવી રાખી છે. અહીં છત્રપતિ શિવાજી સમયના પૈશ્વાઈ યુગના ઇતિહાસ ધરાવતું 400 વર્ષ જૂનું મંદિર આવેલું છે.

આ મંદિરે મહાકાળી માતા, બહુચરાજી માતા અને શ્રી ચંડીકા માતા બિરાજમાન છે, આ મંદિરની મુર્તિ જર્જરિત થતાં સન 1973માં કંસારા સમાજે પુનઃ સ્થાપના કરવામાં આવી હતી જ્યારે કંસારા સમાજ બગવાડા આવ્યા ત્યારે મહાલક્ષ્મી અને છત્તરસુંગી માતાને પણ લાવી બિરાજમાન કરવામાં આવ્યા છે. અને હાલ તેઓ મંદિરની સાર સંભાળ રાખી પૂજા અર્ચના કરી રહ્યા છે. મરાઠા યુગમાં છત્રપતિ શિવાજી મહારાજે કિલ્લો બનાવ્યો હતો.

જેની બાજુમાં કંસાર વાડમાં શ્રી બહુચરાજી માતાજીનું મંદિર બનાવ્યું હતું. કંસારા સમાજ ના દ્વારા દશેરાના દિવસે કેળ લૂંટવાની પરંપરા હજી જાળવી રાખી છે. મંડળના ભક્તો આ પરંપરા અનુસાર લાલ સ્ટ્રીટમાં આવેલા તેમની કુળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના આંગણામાં જઈ ગરબા રમી ત્યાર બાદ છંદ અને સ્તુતિ ગાય કેળ લૂંટી તેને પાર નદીમાં પધરાવી નવરાત્રી નું સમાપન કરવામાં આવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field