રાજ્યમાં એલઆરડી સહિતની વિવિધ મહત્વની પરિક્ષાઓના પેપર લીક થવાની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે ફરી એક વખત પેપર લીકની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લામાં ત્રિમાસિક ( સત્રાંત ) પરીક્ષાનું ધોરણ 12નું કેમેસ્ટ્રીનું પેપર લેવાયું હતું. ત્યારે પારડી તાલુકાની એક સ્કૂલ ખાતે સુપર વાઇઝરે શાળાની એક વિદ્યાર્થીની પાસે પેપરની ઓએમઆરનું સોલ્યુશનની કાપલી ઝડપી પાડતા પેપર લીકનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લામાં વાયુવેગે ફેલાઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક જાણ થતાં તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં લેવાનારી મહત્વકાંશી પરીક્ષાઓ પૈકી એલઆરડી સહિતની પરિક્ષાઓના પેપર લીક થવા મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે વલસાડ જિલ્લા આચાર્ય સંઘ અને વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા ત્રિમાસિક ( સત્રાંત ) પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવ્યાં છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ હાલ ધો.9થી 12ના વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા આપી રહ્યાં છે. આ દરમિયાન શુક્રવારે સાંજે પારડીની ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ડીસીઓ સાર્વજનિક સ્કૂલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના કેમેસ્ટ્રીના પેપર દરમિયાન વર્ગના સુપરવાઇઝરે તેમના કલાસ રૂમમાં તેમની ફરજ દરમિયાન એક વિદ્યાર્થિની પાસેથી 50 માર્કસની ઓએમઆર શીટનું સોલ્યુશન સાથેનું કાપલુ ઝડપી પાડયું હતું.
આ અંગે સુપરવાઇઝરે સ્કૂલના આચાર્યને ઘટનાની જાણ કરી હતી. આચાર્યએ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરતાં એજયુકેશન નિરીક્ષક પણ સ્કૂલમાં પહોંચી તપાસ હાથ ધરી હતી. શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રના જવાબો અને કાપલીમાં રહેલા જવાબોની ચકાસણી હાથ ધરી હતી. જોકે, તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પરંતુ પેપરલીક અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને ફોન કરીને પેપર લીકની તપાસ યોગ્ય દિશામાં કરવા રાવ કરી હતી. જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ડીસીઓ સ્કૂના મેદાનમાં યોજાનાર છે.
ત્યારે પારડીની ડીસીઓ સ્કૂલ ગરીબ કલ્યાણ મેળામાં ચર્ચાનો વિષય બની રહેશે. શાળા પ્રશાસન દ્વારા સમગ્ર મામલે ડીઈઓને ટેલિફોનિક જાણ કરી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જિલ્લાની પેપર સમિતિ અને શાળા સંચાલક વચ્ચેનો વિખવાદ પણ સામે આવ્યો હતો. પારડી ડીસીઓ સ્કૂલમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની પાસેથી ઓએમઆર શીટના સોલ્યુશન સાથેની કાપલીઓ મળી આવી હતી. જેથી તરત જ વર્ગ સુપરવાઇઝરે શાળાના આચાર્ય અને શિક્ષણાધિકારીને ટેલિફોનિક જાણ કરી હતી.
નિરીક્ષકને મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે. મળેલા કાપલા અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે માહિતી બહાર આવશે. કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી બહાર આવે તે દિશામાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે. કેમેસ્ટ્રીના પેપરોના બંડલનું સિલ તુટેલું હતું.
એક વિદ્યાર્થિની પાસે સોલ્યુશનનું કાગળ મળી આવતાં સુપરવાઇઝરે જાણ કરી હતી. શિક્ષણ વિભાગના નિરીક્ષક પણ તપાસ માટે આવ્યાં હતાં. સ્કૂલ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.
તપાસ પૂર્ણ થયા બાદ માલુમ પડી શકે કે પેપર લીક હતું કે કેમ. હાલ પેપર લીક હતું એવુ કહી શકાય નહી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.