વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમાં ગામે આવેલા મૈના ફાર્મની બાજુમાં આવેલી નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની પાવર પ્રોજેકટને એકવાય થયેલી વિવાદિત બંજર જમીનમાં લાકડા વિણવા ગયેલી મહિલાઓને બાવળનો કચરો બાળી લાકડા વિણવા કેટલીક મહિલાઓ ગઈ હતી. નહેરની બાજુમાં કચરો સળગાવ્યા બાદ મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી. જ્યાં સળગાવેલા કચરામાંથી એક હાડપીંજર મળી આવતા ચકચાર મચી ગઇ છે. જોકે હાડપિંજર કોનું છે અને અહીં કેવી રીતે આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસે હાડપિંજર કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા મૈના ફાર્મની બાજુમાં નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની દ્વારા જ્યાં પાવર પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે. તે નજીકમાં કેટલીક મહિલાઓ નહેર નજીકમાં કચરો સળગાવી દીધા બાદ લાકડા વિણવા ગઈ હતી. જોકે તે જ સમયે ત્યાં મૃતક વ્યક્તિનું કોહવાઇ ગયેલ માત્ર હાડપીંજર મળી આવતા માહિલાઓમ ગભરાઈ ગઈ હતી. અને કંપની ચંચલાક અને આજુબાજુના અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. કંપની સંચાલકે ઘટના અંગે પારડી પોલીસની ટીમને ઘટનાની જાણ કરતા પારડી પોલીડની ટીમ દોડતી થઈ ગઈ હતી.
પારડી પોલીસને સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ ખુલ્લી જગ્યામાં મળી આવેલું હાડપીંજર કોઈ પુરુષનું હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે સ્થળ ઉપર થી જીન્સનું પેન્ટ અને ગળામાં પહેરેલ ચૅઇન અને ગણેશજીનું લોકેટ મળી આવ્યું હતું.
આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન અહીં પુષ્કળ પ્રમાણમાં ઘાસ છેક કમર સુધીની ઊંચાઈ સુધી ઊગી નીકળતું હોય એ તરફ વધુ કોઈ વ્યક્તિ જતા નથી વળી એજ સમયે કોઈ તેની હત્યા કરી ફેંકી ગયું કે કોઈ કારણ સર તેણે આત્મહત્યા કરી જેવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.