રાજકોટમાં છેતરપિંડી સાથે વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીગ્રામ નંદનવન સોસાયટી રહેતાં પ્રેમબા છત્રસિંહ જાડેજા નામના વૃધ્ધાએ પડોશમાં જ રહેતાં રશ્મિ પ્રકાશભાઇ અઢીયા અને ઍડવોકેટ ચેતન શિંગાળા વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી 406, 420, 114, 506 (2), મનીલેન્ડ એક્ટની કલમો હેઠળ ગુનો નોîધ્યો છે. રશ્મીબેન ઉછીના 10 લાખ રૂપિયા લીધા બાદ વૃદ્ધાનું મકાન તેમની જાણ બહાર વકિલ મારફત ગીરવે મુકાવી તેના પર 40 લાખ મેળવી લઇ તેમજ વકિલે વ્યાજના 12 લાખ કાપી લઇ 28 લાખ આપી બાદમાં મકાન ખાલી કરવાનું અથવા 40 લાખનું વ્યાજ આપવાનું કહી હેરાન કરતાં અને રશ્મી અઢીયાઍ પણ હવે પૈસા કે મકાનની ફાઇલ કંઇ નહિ મળે તેમ કહી દેતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી પ્રેમબા જાડેજાએ પોલીસને જણાવ્યું હતું કે, હું નિવૃત જીવન જીવુ છું. મારે ત્રણ દિકરા છે. બધા ભેગા રહીઍ છીઍ. મકાન મારા નામનું છે.
મારા પતિ ગુજરી ગયા છે. અમારા ઘરની સામે ફલેટમાં રશ્મીબેન પ્રકાશભાઇ અઢીયા રહેતાં હતાં. તે મારા ઘરે આવેલા અને કહેલું કે મારો ભાઇ સટ્ટામાં પકડાઇ ગયો છે અને કોર્ટ કેસ ચાલુ છે. જેથી મારે 10 લાખની જરૂર છે. ધીમે ધીમે કરીને તમને આપી દઇશ. આથી મેં રોકડા દસ લાખ આપ્યા હતાં. એ બાદ ફરીથી તે આવ્યા હતાં અને પૈસાની જરૂર છે તેમ કહેતાં મેં તેને પૈસા અને મારા દાગીના આપયા હતાં. તેણે ધીમે ધીમે બધા પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. એ પછી બે મહિના બાદ રશ્મીબેને આવીને કહેલું કે મારો દિકરો હોસ્પિટલમાં છે પૈસાની જરૂર છે. જેથી મેંકહેલું કે આગળના પૈસા પણ તમે આપ્યા નથી. જેથી તેણે કહેલુ કે તમે તમારા મકાનની ફાઇલ લઇ લો હું પૈસા આપી જ દઇશ. એ પછી તેણી મને મવડી પાસે વકિલ ચેતનભાઇ શીંગાળાની ઓફિસે લઇ ગયેલ. જ્યાં ચેતનભાઇએ મારી સમજણ વગર મારી સહીઓ લઇ લીધો હતી.
ત્યાંથી ગાડીમાં બેસાડી કલેક્ટર કચેરીએ લઇ ગયા હતાં. જ્યાં ચેતનભાઇ અને રશ્મીબેને મને કહેલું કે બા સાહેબ પુછે તો ખાલી હા કહેજા. જેથી મને સાહેબે મને પુછતાં મેં હા પાડી હતી. ચેતનભાઇના કહેવાથી કાગળમાં સહી કરી હતી. ત્યારબાદ ઘરે આવ્યા હતાં. ત્રણથ દિવસ પછી રશ્મીબેને આવીને કહેલું કે ચેતનભાઇ શીંગાળાની ઓફિસે પૈસા લેવા જવાનું છે. જેથી અમે ત્યાં જતાં ચેતનભાઇએ 40 લાખ આપ્યા હતાં.મેં પૂછ્યું હતું કે આ પૈસા શેના છે તેમ પુછતાં તેણે કહેલું કે રશ્મીબેને મકાન ગીરવે મુક્યું છે તેના છે, તમારા મકાનની ફાઇલ અમારી પાસે ગીરવે છે. જેથી હું 12 લાખ વ્યાજના કાપી લઉ છું તેમ કહી મને 28 લાખ આપ્યા હતાં. ઍ પછી રશ્મીબેને તેનો દીકરો હોસ્પિટલમાં હોઇ તેને જરૂર છે તેમ કહેતાં 28 લાખ તેને આપ્યા હતાં.
ત્યારબાદ રશ્મીબેનને ફોન કરેલો કે મકાનની ફાઇલ પાછી આપી જાવ. પણ તેણે બહાના કાઢ્યા હતાં. છેલ્લે કહી દીધુ હતું કે હવે પૈસા કે ફાઇલ કંઇ આપવાનું નથી. ત્યારબબાદ ચેતન શીંગાળા મારા ઘરે આવેલા અને કહેલું કે આ મકાન ખાલી કરી નાખો કાં મને 40 લાખનું વ્યાજ આપી દો. જેથી મેં કહેલું કે મેં કોઇ દસ્તાવેજમાં સહી કરી નથી. આજ સુધી રશ્મીબેન અને ચેતન શીંગાળા મારા પૈસા અને મકાનની ફાઇલ પાછી આપતા ન હોઇ અને માથે જતાં વ્યાજની ઉઘરાણી કરતાં હોઇ મેં પોલીસને જાણ કરી હતી. રશ્મીબેન અગાઉ 10 લાખ રોકડા લઇ ગયા પછી મારી જાણ બહાર મારી મકાનની ફાઇલ ગીરવે મુકી તેના પર 40 લાખ મેળવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી.
હું અભણ હોઉ લખતા આવડતું ન હોઇ મારા ત્રણેય દીકરા પણ અભણ હોઇ તેનો ગેરલાભ ઉઠાવી રશ્મીબેન અને વકિલે છેતરપીંડી કરી હોઇ ફરિયાદ કરી હતી. તેમ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. રાજકોટમાં રૈયા રોડ પર હનુમાન મઢી આસપાસ કોર્પોરેશન તંત્ર દ્વારા પાઇપ લાઇનનું કામ ચાલી રહ્યું હોઇ કોન્ટ્રાક્ટર કે જે તે જવાબદારે સોજીત્રા નગર રોડ પર ન્યુ એરા સ્કૂલના પ્રવેશ દ્વાર પાસે જ ખોદકામ પુરુ થયા બાદ ખાડા વ્યવસ્થિત રીતે બુર્યા ન હોઇ અને ઉપર ઉપર માટી નાંખી દીધી હોઇ તેનાથી અજાણ એક કાર ચાલકે રોડ હોવાનું સમજી કાર હંકારતાં માટી ખાડા અંદર બેસી જતાં કાર ફસાઇ ગઇ હતી. આ કાર ફસાયેલી હાલતમાં જ છોડીને જતાં રહેવું પડયું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.