Home ગુજરાત પાટીદારોના સંમેલનમાં હાર્દિક પટેલની ગેરહાજરી

પાટીદારોના સંમેલનમાં હાર્દિક પટેલની ગેરહાજરી

25
0

(GNS),31

મહેસાણા ખાતે યોજાયેલ પાટીદાર સ્નેહ મિલન સમાહોરમાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટ્યા હતા. ત્યારે આ સ્નેહમિલનમાં એક નેતાની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. મહેસાણામાં પાટીદાર સમાજનો મોટો કાર્યક્રમ હતો. CMથી માંડીને મંત્રીઓ, નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ કાર્યક્રમનું આમંત્રણ કોંગ્રેસના MLA ને પણ હતું પણ હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી હતી.. આંદોલનમાં સક્રિય રહેલા હાર્દિક પટેલ સામાજિક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ચર્ચાનું બજાર ગરમ થયું છે. ગઈકાલે મહેસાણામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન થયું હતું. આ શક્તિ પ્રદર્શન લોકસભાની ચૂંટણી પહેલા વધુ ફોકસમાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ હાજર રહ્યા હતા. રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જોડાયા હતા. ત્યારે કાર્યક્રમમાં જો કોઈ ન દેખાયુ, તો તે હાર્દિક પટેલ હતા. પાટીદારોનું નામ પડે અને હાર્દિક પટેલ ન હોય તેવુ તો બને જ નહિ. ત્યારે સૌને એવો સવાલ હતો કે, હાર્દિક પટેલ કેમ હાજર રહ્યા ન હતા. કેમ હાર્દિક પટેલની કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ હતી. ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરી વિશે એસપીજીના લાલજી પટેલે આ વિશે જણાવ્યું કે, મહેસાણા જિલ્લા પૂરતા સિમિત આગેવાનોને જ આમંત્રણ હતું. વિજાપુર, વિસનગર, ઊંઝા, પાટણના ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોને હાજરી આપી હતી. અનામત આંદોલન બાદ SPG ફરીથી મોટી સંખ્યામાં પાટીદારો એક મંચ પર આ કાર્યક્રમ થકી આવ્યા હતા. અનામત આંદોલન બાદ પ્રથમવાર spg નું મોટું સંમેલન યોજાયું. જેમાં હજારો પાટીદારો સંમેલનમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે, એસપીજીમાંથી જ પાસનો ઉદભવ થયો હતો. આ કાર્યક્રમમાં પાસના કોઈ સદસ્યને આમંત્રણ અપાયુ ન હતું. માત્ર હાર્દિક પટેલ જ નહિ, પાસના સદસ્યો અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા પણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક સંસ્થા અને રાજકીય આગેવાનોને જ આમંત્રણ અપાયુ હતું. આ રાજકીય આગેવાનો પણ ઉત્તર ગુજરાત સુધી સિમિત હતા. તેથી હાર્દિક પટેલ કાર્યક્રમથી ગાયબ હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું
Next articleકચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા 2.9 અનુભવાઈ